બુધવાર, 18 સપ્ટેમ્બર, 2013

દિકરીઓનું ઝુંડ

રંગીલા પતંગિયા ને કોઈ કહોને કાનમાં કે તું મને ગમે છે
ભોળું કબુતર ને ઘુ ઘુ પારેવડું સાનમાં કહો તે મને ગમે છે
વીજળીવાળા સસલી જેવા ટાંઢા ટબુકલાથી કેમ ડરે છે ?
રાતરાણીની દિકરીઓનું ઝુંડ પજવે દિશાથી કેમ સરે છે ?
----------------------------------------------------
પોથી પંડિત પતંગ થઈ ગયો
મારી તાળી અંગત થઈ ગયો 
---------------------------------------------------
----રેખા શુક્લ

સ્પષ્ટ- અસ્પષ્ટ

સ્પષ્ટ છે તું શબ્દ છે !!
અર્થ તોય તું અસ્પષ્ટ છે
***************************
ગુંચ છે સાંકળ છે અક્ષરની મહંતા છે
સુઝ છે ઝાંકળ છે આંસુની મમતા છે
***************************
આંસુ નામે ખાસું રડ્યા કર્યું ઝાંઝુ
જાસુ નામે પાસુ પડ્યા કર્યું ઝાંઝુ
***************************
ગુજ્જુભાઈ નામ એમનું કહી ગયા 
જેન્ટલમેન ઠામ એમનું કહી ગયા
સાયલન્સ કામે ડેન્ટીસ્ટ થઈ ગયા
સુંદરી નામે સેન્ટીમેન્ટલ થઈ ગયા
***************************
ધડધડ અડપલા વળી વળી લટકા 
અડાઅડ રૂઝાતા ભળી ભળી ચટકા
--રેખા શુક્લ

આંસુ બન્યા અક્ષર

તું આવે છે યાદ તેથી લખું છું કાગળ
સરનામા વિનાનો તોય લખું છું કાગળ

તું શાને આવી સતાવે રોજ થઈ કાગળ
આંસુ બન્યા અક્ષર લખું છું કાગળ !!
----રેખા શુક્લ

બિન્દાસી એ પોત !

કાળા ધાબળાનું કામણગારું એ પોત
વીંટળાઈ ગયું અમથું અનુપમ પોત
મોહ બન્યું અંધારે એહસાસી જ્યોત
ખાલીપાનું અંધ બિન્દાસી એ પોત !
---રેખા શુક્લ