મંગળવાર, 20 ઑગસ્ટ, 2013

અપવાસ પીરસઈ ગયો છે આવી ને પ્રસાદ લઈ લ્યો ને..!!

ક્યારે થઈ જશે??? હવે પાછા ક્યાં ગયા?? હું તમને કહું છું........બા સામું જોઈ ને કહે ના તમને નહીં તમે માળા કરો ને..પણ હા બા શું ચાલે છે? સાચુ કહું રોજ રોજ ઓફિસ માં નવુ નવુ થાય છે..ખબર છે આવી નહીં હવે આવી ટેકનોલોજી આવે છે...બોલો પછી આનું આમ ને તેનું તેમ થાશે...બધું સમજાઈ ગયું હોય તેમ અડધો કલાક વાત ડીટેઈલ માં પતે ને બા એમની ગૌમુખીમાં હાથ નાંખી માળા ફેરવતા ફેરવતા હસતા જાય ને હકારામાં માથું હલાવતા જાય...ને બસ આમને તો કો'ક સાંભળવાવાળું મળી ગયું સાચુકલું મને ય ભુલી જાય..પણ તેમ તે કેમ ચાલે? બાથરુમ માંથી નીકળી ને કો'ક વાર હુંય કહું..ગીતમાં ......હે મારી સગી નણંદના વીરા રૂમાલ મારો લેતા જાજો....હા ડ્રાયર માં નાંખતા જાજો...ને બા ને હું હસી પડીએ...પણ જ્યારે તેથીય ....જો ઉભા ના થાય ને મારા પલપલિયાં મૌન ના રહે તો કહે તું ય આવી ને બેસ ને જો બાને કેવું સારું લાગે...હાલે લે પણ કામ કોણ કરશે? બધું બાકી છે....સાચું કહું છુ હો તને જ્યારે કામ કરતી જોંઉ છું ને તું બહું વ્હાલી લાગે છે હો....ઇફ બધા ખુશ થઈ ગયા હોઈએ ને જમાડી દેશો હવે? આ તો શ્રાવણ માસ ના સોમવાર હોય અગિયારસ હોય કે નવરાત્રિ હોય ..બસ મેન્યુ માં કદાચ સાબુદાણા ની કાં તો મોરૈયા ની પણ ચટાકેદાર ખીચડી મળે તો હાશ થાય...!આમ ઉપવાસ છે તો મસાલેદાર તળેલા જુગુ (સીંગદાણા) બટેકા નું શાક..ખીચડી તો બનાવી છે ને..? બદામપાક કે જુગુ નો લાડુ તો હોય જ ...ને બાજુમાં કચરમચર માટે ફરાળી ચેવડો...લ્યો અપવાસ પીરસઈ ગયો છે આવી ને પ્રસાદ લઈ લ્યો ને..!!
---રેખા શુક્લ

નોખી ટેવ

આછા ઉજાસમાં મલકાઈ જાવું ગમે છે
સુરજ છુપે હસાવી જાય મુજને ગમે છે

આંખલડી અર્ધખુલી વાયરો અડે ગમે છે
તાંણી લાવે છે ખેંચીને વાદળીઓ ગમે છે

શ્વાસો થઈ ધાગા સાંધે જીન્દણીને ગમે છે
લાગણીના ખેતરે કૂંપણ-ઉપવન ગમે છે

પડી લઈ વાવેતરીની નોખી ટેવ ગમે છે
ચાડીઓ થઈ ને ભરમ અવકાશી ગમે છે

--રેખા શુક્લ