રવિવાર, 9 ડિસેમ્બર, 2012

છેલ કરો કેમ છમકલું રે...


પિયુજી છે મોગરો પ્રિત તમારી ભાળુ રે
શરમના શેરડે મરી મરી જાંઉ રે 
છેલ કરો કેમ છમકલું રે...

પ્રેમ પીયુષ તો પાષાણે પ્રાણ પુરે
ચાંદલિયો કરે ટહુકા રે કાનમાં રે
મનડામાં ગીતડાં પ્રગટાવે રે
છેલ કરો કેમ છમકલું રે...

ઝાકળઝોળ રૂપેરી રેશ્મી દોર રે
અજોડ એવી દાંપત્ય સોનેરી કોર રે
છેલ કરો કેમ છમકલું રે....

સુર નું સંગીત મુજ વ્હાલમજી રે
કાગળ ને કલમ ની જોડ રે
છેલ કરો કેમ છમકલું રે
---રેખા શુક્લ