બુધવાર, 7 સપ્ટેમ્બર, 2016

જખ્મ આપે છે, ગતિભાસ !!


સ્કૂલ ખૂલવાનો મહિનો બાકી હતો ને અમારા નેબર મૂવ થઈ ગયા હતા તેમની જગ્યાએ એક ઇંગ્લીશ ફેમિલી રેહવા આવ્યું. જેનીફર બેંક માં હતી સંજય કોઈ મોટી ફર્મ માં ઉંચા હોદ્દા પર હતો ને તેમનો માઇલ્સ સ્કૂલ માં દાખલો લેવા આવ્યા ત્યારે અચાનક અમારી ઓળખાણ થઈ. વેરી વેરી ડાઉન ટુ અર્થ ફેમિલી જણાયું. અને અમારો વિશાલ ઉર્ફે વિશુ ને માઈલ્સ સેઈમ ગ્રેડમાં હતા. "હાય; હલ્લો આઈ એમ મિસિસ ચૌધરી એન્ડ ધીસ ઇઝ માય સન વિશાલ..હાઉ ડુ યુ ડુ !" અને સામે જેનીફરે પણ પોતાની ફોર્માલિટી આદરી ઓળખ આપતા જણાવ્યું."વેરી નાઈસ ટુ મીટ યુ..યુ નો વી આર ન્યુ અરાઉન્ડ હીયર કેન વી બી ફ્રેંડ્સ ?" "યસ ઓફકોર્સ.. આઈ એમ અવેલેબલ ઇન ઇવનીંગ. હીયર ધીસ ઇઝ માય નંબર, પ્લીઝ ડુ કોલ મી"અને અમારી ઓળખાણ નેબરમાંથી બેસ્ટ ફ્રેંડ્ઝ્માં પરિણમી ગઈ. ઓબ્વીયસલી વિશુ એન્ડ માઇલ્સ ટુ ! બંને સાથે લેસન કરે સાથે રમે ને મજા કરે. માઇલ્સ નેચર લવર હતો એને મોટા થઈ ને બોટનીસ્ટ માં આગળ વધવું હતું જ્યારે વિશુ ને ફૂલ પાંદડા હોય ત્યાં સુધી વાંધો ન્હોતો પણ જો કોઈ પણ પ્રકાર ના બગ્સ ની વાત આવે તો તે ડરતો..તેથી કોઈક વાર માઇલ્સ એકલો બગીચામાં ઝાડ પાછળ ફરતો જણાતો. એને જુદા જુદા જાત જાત ના ફૂલો જોવા ગમતા. એની માહિતી મેળવી ઇન્ડેક્સકાર્ડમાં ટપકાવી પિકચર્સ પાડી ભેગી કરતો. એની ભૂરી ભૂરી માંજરી આંખો માં કુતૂહુલતા ભરી હતી ને સદાય હસતી જોવા મળતી. તેના રૂમ માં એક બરણી માં ગ્લો બગ્સ ભરેલા રાખતો. કાંણા પાડેલા ઢાંકણ થી બંધ કરેલી બરણી સામે જોતા જોતા સૂઈ જતો. એનો ફેવરીટ રંગ હતો આછો જાંબુડિયો ઉર્ફે લવંડર ! રંગના શર્ટમાં તે સરસ દેખાતો તેના બ્લોન્ડ હેર ને કોમ્પ્લીમેંટ્સ કરતો રંગ, જેનીફર ને પણ તે રંગ પસંદ હતો. તેને ભાંગ્યુ તૂટ્યું ગુજરાતી અમે શીખવી દીધેલું. બટાકાનું કડકડીયું શાક જોતા તે બોલેલી "ઓહ બેબી ફ્રાઈઝ હલ્દી વાળી" અને ફુલ્કાં રોટી ઉપર ઘી ચોપડેલી તેને બહું ભાવે. વિશુ ને માઇલ્સ રૂમમાં પ્રવેશ્યા ત્યારે હું કિચનમાં ફૂલકા બનાવી રહી હતી. "વાઉવ, કેન આઈ હેવ વન રોટી ટુ ગો પ્લીઝ "વિશુ ની પાછળ માઇલ્સ આવી ગયો હતો ખાવા."યસ યસ સ્યોર, ફર્સ્ટ વોશ અપ" બંનેને હું રોટી નો વીંટો બનાવી ને આપતી હતી ને ત્યાં મેં માઇલ્સ ને વાત કરતા સાંભળ્યો તે વિશુ ને કોઈ મોટા ફૂલ ની વાત કરી રહ્યો હતો. " યુ નો ઇટ્સ કોલ્ડ સન ફ્લોવર આઈ મીન સૂરજમુખી" પછી વિશુએ પૂછ્યું કેમ તેનું નામ સૂરજમુખી કેહવાય છે? એક્સપ્લેઇન કરતાં મે જણાવ્યું "સૂરજમુખી ફેઇસ સન ઓલ ટાઇમ એન્ડ નો સન ધેન સૂરજમુખી ગોઝ ટુ સ્લીપટુ"ઓછા પાણીમાં ઉગતા અજબ સૂરજમુખી ની ગજબ પ્રેમ કહાની છે. માઇલ્સ ને મેં ઘણી વાર સુરજમુખી સામે તાંકતા જોયો છે. ફ્લાવરપોટમાં બે ચાર તોડી ને લઈ આવ્યો ને આખો ફ્લાવર વેઝ ભરાઈ ગયો...છલકાઈ ગયો. "પછી મે તેને સન ફ્લાવર સીડ્ઝ ને સન ફ્લાવર ઓઈલ વગેરેની પણ વાત કરેલી ત્યારે બંને જણા સ્તબ્ધ થઈ ગયેલા...આઇમીન ધે વર ફેસીનેટેડ ટુ હીયર ઓલ ધી જેનીફર !!" આથમતા સૂરજ સામે નમી પડેલા સૂરજ મુખી ને તાંકી તાંકી ને ખુશ થતો માઈલ્સ તેની સામે મલકાઈ રહ્યો. એને તો એમ લાગ્યુ કે સન ફ્લાવર ઇઝ સો ફેસીનેટીંગ !! અને જોવા જઈએ તો કુદરતમાં રંગો ભર્યા પ્રભુએને બધા ને બધુંજ એક એક થી ચડિયાતું. વસંત ના વધામણાં થાતાં ઉગી નીકળે ને છેક પાનખર સુધી ઠેર ઠેર જોવા મળતા સૂર્ય લવર્સ સૂરજમુખી ને સ્કૂલ માં ડ્રો કરી ને રંગ ભરીને માઇલ્સે મૂક્યું ને પછી નીચે થોડી માહિતી પણ લખી તે જોઈ ને બધા ખુશ થયેલા. સૌથી વધું ખુશ માઇલ્સ ને જેનીફર હતા !! ક્યારેક આજુબાજુ ઉડતા પતંગિયા ને જોઈ મલકાતો, ક્યારેક અણસિયા ને સળી પર ચઢાવી છેડતો..ક્યારેક ભમરાં ને જોઈને તેના જેવો અવાજ કરતો.. બઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ ! ગર્વીલા સૂરજમુખી મને એટલે ગમે છે કેમ કે તે પણ સૂર્ય તરફના તેના અમરપ્રેમ ની ઓળખ કરાવે છે જગત ને અને મને પેલું જુનુ ગીત યાદ આવી ગયું કે "તું સૂરજ મૈં સૂરજમુખી હું પિયા ના દેખુ તુજે તો ખિલે ના જીયા" અને જ્યારથી વાત ની માઈલ્સ અને વિશુ ને સમજાઈ ગઈ ત્યારે અમારી બંનેની બર્થ-ડે પર અમને સૂરજમુખી મળતા! અને અમે પણ તેને પ્રેમથી સ્વીકારતા, ને ઝાંખી લેતા બંને ની આંખો માં ચમકતા પ્રેમને !! કમ્યુનિટી મેગેઝીન માં આર્ટ ના પેઈજ પર એક વાર જેનીફરે મધર-સન આર્ટ ફન કલાસીસ વિષે વાંચેલું. આજે ફ્રાઈડે હતો ને સાંજે અમે યુઝવલી સાથે જમતા. જમ્યા પછી જેનીફર ખુશ થતા બોલી "બોઈઝ આઈ હેવ સરપ્રાઈઝ ફોર યુ, આઈ મીન ગુડ આઈડીયા ટુ ડુ સમથીંગ નાઈસ એન્ડ વી ઓલ આર ટુ ગેધર" વિશાલ ને માઈલ્સ ની આંખો ચમકી ગઈ બંનેના કાન સરવા થઈ ગયા. બધા ધ્યાન થી જેનીફર ને સાંભળવા ઉત્સુક હતા. જેનીફરે ટૂંકી વિગત કહી ને કહ્યું કે "આઈ હેવ ઓલરેડી પેઈડ ફોર ક્લાસ. ઇટ્સ ટુ મોરો એટ નુન ટુ થ્રી" " વી આર ગેઈમ ફોર ઇટ" જાણી જોઈને જેનીફરે તે દિવસ નો ક્લાસ બુક કરેલો કેમકે તે વિકેન્ડના અમે માત્ર ચાર જણાં સાથે હતા. આર્ટ ટીચરે અમને આવકાર્યા. રૂમમાં બધા ના ઇઝલ પેઈન્ટ બ્રશીશ ને રંગ ઓલરેડી ગોઠવેલા હતા. ઓઈલપેઈન્ટ રંગો ની મજા પેહલી વાર કરીશું અને દસેક મીનીટ થઈ હશે ને આખો ક્લાસ રૂમ ભરાઈ ગયો લગભગ ૩૦ જણા હશે પંદર મોમ ને પંદર સન એકસાથે વાઉવ ! કેનવાસ પર બધાએ દોરવાનું સાથે ચાલુ કર્યું ને આડા અવળા સનફ્લાવર્સ ઘણાએ દોર્યા પણ જેનીફરે પોતાના સન નું સૂરજમુખી સામે જોતું સુંદર પિક્ચર દોર્યું... ને બોલી "યુ આર માય સનફ્લાવર , માય ડીયર !" ને ફ્યુ કિસીસ કરી.ને મારા મનમાં રમતી ત્રણ ત્રણ રચનાઓ લખ્યા વગર ના રહી શકી..લ્યો તમે પણ વાંચો ને !
1 જખ્મ આપે છે
 પથ્થર ને  પણ જખ્મ આપે છે પેલા ઝરણાંઓ કોતરી કોતરી
ક્યાંથી આપે સાથ આંખો બોલી ઘાવ ગયા  ખોતરી ખોતરી
               આમ  દિલ રોવાનું
               આમ  કૈંક ખોવાનું
ગિરે બુંદો ગાલ ચૂમીને કરે અલવિદા ભળી મૌન કોતરી કોતરી
મસ્ત ફકીરી ભાલે ટીલડીઆંખ રતુંબલ જીગર ખોતરી ખોતરી
            મલપતીનું આમ  રોવાનું
            આખે- આખુ કૈંક રે ખોવાનું
-રેખા શુક્લ

2 ગતિભાસ !!
બાળવાડીમાં હરતા ફરતા
કરું છું તોય ગતિભાસ !!
જીવન-મૄત્યુ બે સ્ટેશનની વચ્ચે
ગુલમહોરનું એકાંત ટેકરે 
પેલા પરપોટાના કિલ્લા પાસે
કોઈ દિ જો પાણીમાં લ્યો ગાંઠ પડી
ભિંગડા ઉખડ્યા ને અક્ષરો ઉકળ્યા
એક પરપોટે સપના ખોડ્યા 
સેંથી સજળ પૂરી ને આતમ ચડ્યું હિંડોળે
આરસના જળે ભાવ સૄષ્ટિમાં 
અઢી અક્ષરના આભૂષણો સંગે
કરવાનો રે ગતિભાસ !!!
----રેખા શુક્લ

ગર્વીલા સૂરજમુખી
ડોક એની સદાય સીધી લાંબી એની ઉંચાઈ હરખાઈ જાય,
મુરઝાઈ જાય વાતો એના સૂરજની બરછટ થઈ ઉગ્યો
આખર પાની જઈ પડ્યો સૂરજમુખી ઢબૂર્યો આવ્યું વાદળ
ને સંતાયો અમસ્તા અડપલે હરખાયો ચો-તરફ છે તું પૂજાયો
 ---રેખા શુક્લ