મંગળવાર, 16 જૂન, 2015

સ્ટીફ ફીગરીન

સમય ની પાળ પર, યાદો ના પારેવડાં ચણે
લાગણીઓને તરસનો સ્વાદ, પગલાની છાપ રણે
લીલું પર્ણ આંખ મીંચે, છેતરાઈ મૄગ ભમે રણે
લાલ રતુંબલ વાછરડી, સૂર્યાસ્તે પાછી ધણે
---રેખા શુક્લ
માસુમિયત ભીંજવે ઉંમર નો પડાવ
ઇતિ થી અંત સુધી ઝંખતો રે ચડાવ
---રેખા શુક્લ
બેઠા બતકા વ્હાલ કરે, સ્ટીફ ફીગરીન જોઈ ઝૂરે
સંબંધના મૂળિયા ખરે, એંધાણ જો ફળિયા કરે
સાક્ષીભાવ અંતરમન કરે, કામણગારા ભાવ સ્ફૂરે
-----રેખા શુક્લ

રાધા નો કા'ન

પાણીયેરીથી પગરવ પાડે ઝાંઝરી ભીનાશમાં 
મુગટ મોરલી મુખારવિંદ અકબંધ રે આંખમાં
રડતો કાંઠો લૂંછે આંખો, ભીની પાંખુ રાખ માં
ખુશ્બુ ફુલદાનીએ ને સમંદર છીછરો પર્ણમાં
જીવી સપના ભીંસાયા, પથરા તો પાયા માં
વેઠી પ્રસવ પીડા કરે, વ્હાલ ઝાઝુ આંખમાં
ઉજાગરા રોજ ભળે ને સપના છળે આભ માં 
પાંખો ને પંપાળી રૂપ વિખરે ચંદન શ્વાસમાં
લાગણીયું ટેરવે ભળે, લજામણીની આગમાં 
રાધા નો કા'ન આવી મૂઓ કળે અંગેઅંગમાં
----રેખા શુક્લ


રવિવાર, 14 જૂન, 2015

આજ ગ્રહપ્રવેશે ખુશીએ મોં મીઠું કર્યું ...

હૈયું ચઢ્યું હેલે વાટ તુજ ની જોતી આંખલડી
લીધાં ઓવારણાં નજરું ઉતારતી રે માવલડી
સોહામણા સપને વળગીને ભીંજી આંખલડી 
મોરલો મીઠો દિકરો રૂડી તારી છોને ઢેલડી 
કુમકુમ હાથે પગલાં ભરી ઠારી રે આંખલડી
સોળે સજી શણગારે રૂમઝુમ હરખાણી ઢેલડી
----રેખા શુક્લ 
*****************************
કુમકુમ પગલે કોયલડી ટહુકાણી
ડોલી રે જુઓ  કોમળ લજામણી 
નાનેરા ઘડુને ઠેસ મારી સોહામણી
હૈયાની કોર સંગ ઝૂમીને ભિંજાણી 
-----રેખા શુક્લ

ગુરુવાર, 11 જૂન, 2015

ત્રિશંકુ

બસ તારા વગર જીવવાની છે રજા ...
નૈન ને સમજાવ જોવા ના છોડે અભરખા..એની નથી રજા..
.આમ જુવે તો ક્યાં છે મિલન ને ક્યાં છે વિદાય..
પણ ત્રિશંકુ થવાની છે રજા ,,,
ઉંબરે ઉભા ઉભા પગ નો અંગુઠો ખોતરતા ત્રાંસી નજરે જોઈ ને મીઠું મલકવાની પણ હતી એક મજા..
તો ભાગી ને વળગી ને વ્હાલ કરવાની ક્યાંથી હોય રજા
---રેખા શુક્લ

વાત આખી આમ છે સમજી લ્યો શ્યામ....

શણગાર્યા સપના ને જીવંત મહેંક્ થઈ
ઝાંકળની ભાષા લખે રણ ની રેતી થઈ
તરસની વાતુ ભળે જળની ભાષા થઈ
મલકની વાતુ મળે જો નજરું ભેળી થઈ
સળની ભાષા ચાદરે લખી રાતરાણી થઈ
---રેખા શુક્લ

એહસાસ નુ લખાઈ જવું અહીં અલ્ફાજ નુ પઢાય છે
હાલત નું જોખાઈ જવું અહીં વ્યવહાર નું મનાય છે 
---રેખા શુક્લ