ગુરુવાર, 1 ડિસેમ્બર, 2011

કાલ્પ્નીક દુનીયા...

સ્નેહ નીતરતી આંખનું મળવાનુ યાદ છે,
ઝીલવા કરેલ હાથ ને થામવાનુ યાદ છે....

પ્રણય ની ગોષ્ઠિ માં દોટ મુકીને મળવાનુ યાદ છે,
વિરહ ના ધીમા ડગલે પાછા ફરવાનુય યાદ છે...

વંટોળે હિલોળા લેતા ધબકાર હૈયા ના યાદ છે,
વર્ષાના પ્રથમ આગમને ધરતીની સુગંધ યાદ છે... 

ચાંદની ના પ્રકાશમાં નૈન ઉભરાયા યાદ છે,
ખભે માથુ ઢાળીને રુદન કર્યાનુ યાદ છે...

સંતાયેલી નીંદરને ઉજાગરા કૈં યાદ છે,
કહેલી વાત કાનમાં ને હાસ્યનો ગુંજારવ યાદ છે....

બળતા પગે ભર ઉનાળે દોડી ને મળવાનુ યાદ છે,
મરક મરક મલ્કાતા ચેહરે હસવાનુ યાદ છે...

રંગોળીના રંગો ને મન્દિરના ધંટારવ યાદ છે,
બંધ કરેલી આંખે અંદરઆવી ગયા નુ યાદ છે...

કાલ્પ્નીક દુનીયામાં ભાન ભુલવાનુ યાદ છે,
સજ્જ્ડ પગે વાસ્તવિકતામાં ડગ માંડવાનું યાદ છે...
....રેખા શુક્લ, શિકાગો

મુરલી મનોહર...

સૌમ્યતાની વિશાળતા માં જડતાના કૈ વાદળો,
બારિકાઈથી ભરેલા પોતમા પડ્યા કૈ ડાઘાઓ

અચંબોને ઓછપે ભળેલા જોયા કૈ માનપત્રો,
જીર્ણ કવરમા સાચવેલા ભીન્જ્યા કૈ પ્રેમપત્રો

અધરે ઝુરતા પ્રશ્નોના નથી હોતા કૈ જવાબો,
બહેરા થઈને ફરનારા કાચા કાનના માણસો

સહાનુભુતિની આશાએ લટ્કાવ્યા કૈ હૈયાઓ,
શરમાયેલા શમણા ના વેરાણાં કૈ મોતીડાંઓ

પ્રભાત પગલે ઝાકળબિંદુ મોટા કૈ અશ્રુઓ,
ફુલની પાંદડીએ પંપાળ્યો કોનો સ્પર્શ!

સાચવી રાખેલા ચિત્રોમા પુર્યા કોણે રન્ગો,
રંગીન ચિત્રોમાં બ્લેક એન્ડ વ્હાઈટ દ્ર્શ્યો

હસુ હસુને રડી રહેલા નાના મોટા કાવ્યો,
કંડારેલી મુર્તિ મા કોના આવ્યા ભાવો !

સમી સાંજે દોડ્તા રહ્યા તરંગોના વણાંકો,
ભાંગ્યા તુટ્યાં વેરાણાં આંખોમાં શમણાંઓ

બંધ પલકમાં સર્યા પાંપણે કૈ સ્વપ્નાઓ,
મુઠ્ઠીની રેતી-શા સબંધ શાને સરકે..!!!

રુઝાયેલા ધાવોમાં ભાગ્ય-રેખા રઝળે,
મુરલી મનોહર સાંનિધ્યની તલપે તરફડે..!!!
રેખા શુક્લ, શિકાગો

સોનેરી....!!!

ઉગતા સુરજની લાલીમાં મરડે તું આળસ ને 
રણકે એક ઝાંઝરીનો રણકાર...
ગગનને ચુમવા તારા અધરોનુ સ્મિત ને 
ઘાઘરીની ઘુઘરીઓ નો રણકાર....
વક્ષ પરથી ઢળી પડેલા છેડલાને સંકોરવા 
બેબાકળા તારા કંગનનો રણકાર... 
અર્ધનયને મળી નજરું ને પછી શરમાઈ ગઈ
ઉજાગરાથી રાતી આંખો ઘાયલ મુજને કરી ગઈ...
મોગરાના ફુલની ચીમળાયેલી કળીઓની
મહેંક મારી સાંસમાં ભરી ગઈ...
ઝીણાં વણાંકની ગેહરી મેંદીને લાલ ચટક બિંદી
સોનેરી તું તો મને રંગી ગઈ....
રેખા શુકલ(શિકાગો)

ઝાંઝવાના જળ


સંબંધોના રહસ્યોની ગાંઠ ખોલતી ગઈ...
   મા'ણા ના તાંતણા ને વલોપાત ના જાળા...!!!
હલાવ્યા હાથપગ ને સગપણ નીકળી પડયા..
   આળસ મરડીને બેઠાં થયા ત્યાં ભણતર પુરા થયા..!!
ઝાંઝવાના જળ ને માયા-જાળના તંતુ વધ્યા...
   રુંધાતા જીવડાને અક્ષરજ્ઞાન ને ચિત્રજ્ઞાન થયા...!!
હોળી રમી કે કરી દિવાળીને ગુજરાતી થયા...
   ઘરે આવી માંડયા પગલાં ને પરદેશી થયા...!!
પડ્યા માંદા વર્ષો વિતતા તો અળખામણા થયા..
   મર્યા નહીં ને સાજાય નહીં તો અભાગિયા થયા...!!
વહી જાય જીન્દગી ને બસ આવરદા પુરી થાય..
   થાવાનું બધું થાય હવે વલોપાત કદી થાય...!!

રેખા શુક્લ (શિકાગો)

ભીનાશ...!

અંધકારના આછા પ્રકાશમાં છબી તારી મળી ગઈ..
આંસુ બની ટપકી પડે માટે નજર મારી થંભી ગઈ..
સુર્યને સંતાઈ જઈ તને નિહાળવું પડે
ચાંદનીના પ્રકાશમાં તું વાદળી થઈ વરસી ગઈ...
આંબાની ડાળે ઝુલે ઝુલતી કવિતા મારી
પ્રણયની ભીનાશ થી આજ જોને પલળી ગઈ...
રેખા શુકલ(શિકાગો)

ભાગે જીન્દગી એકલી...!

ભરીને માંગમા સિતારા અરે! દુલ્હન મેં સજાવી
પસ્તાવાના ઝરણે ડુબુ તોય લાશ મેં સર્જાવી
હતા પાંપણે સ્વપ્ન-મિનારા તેની કબર મેં બનાવી
જલાવી જાતને મારી દુનિયા કોની મેં બનાવી
દિલના ટુકડા ભળ્યા લોહીમાં, સર્જાયો ધબકાર
સુરજ બને ઝાંખો માટે કોણે કર્યો અંધકાર
ડરું છું માનવાકૃતિથી કેવો વિચિત્ર એનો શણગાર
દબાવી ને ધબકાર ગુંગળાવી અહંકાર સર્જે છે આકાર
છલકી સુરાહી નૈનની ઝંખે જામ પ્યાલી
અતૃપ્ત અધરેઅ તું કર પ્યાલીઓ ખાલી
તિમિર સંકોરે પાલવ ને ધીમે ડગલે ચાલી
નફરતની લાશને દફનાવી ભાગે જીન્દગી એકલી..
-રેખા શુક્લ(શિકાગો)

દિકરી...!!


શાન્ત- નિર્મળને ઠન્ડી ચાન્દની,
બીજી નટખટને ખુશી નો ખજાનો

એકનુ ગોળ મોઢુને બીજીનુ લમ્બગોળ,
જીવન જેનુ નામ ને તોફાન એનુ કામ,

અણિયારુ નાક અને સીધુ સપાટ પેટ,
ફેશનમા નમ્બર વન ને ખુશ રહે હર દમ

મેક અપ એનો અપટુડેટ ને ચાલે ભાળો મસ્તી,
અણિયારી એની આન્ખો ને વાક્છટા મજાની

હસુ હસુ કરતા અધરો ને નયન ગોળ લખોટી,
મેહ્ફીલમા ભરીદે રન્ગ વાતો એવી તગડી

સ્વપ્નના મહેલમા રહે ને વાદળ પર દોડે,
ગુસ્સામા રડી પડે પણ લાગે ઝાસીની રાણી

ખુશ હોય તો વારી જાય દઈદે ઘણી ચુમ્મી,
મોટી થાતી દીકરી ની બસ ચિન્તા કરે એની મમ્મી

રેખા શુક્લ(શિકાગો)

છીપ બુંદ મોતીડાં...


કલમની તલવારોને કવિતાનો આશરો,
સાહિત્યના આભુષણોને શબ્દના અલંકારો,
રમણીય બાગમાં પારિજાતકનો ક્યારો,
પૂનમની રાતો 'મહેશનો સથવારો.
*****************************
ગણેશજીનું પુજન ને ઠાકુરજીની પુજા..
શિવજીનો અભિષેક ને અંબાજીની આરતી..
પરિક્રમા દેવોની પણ રટવા મારે 'મહેશજી'
******************************
તરંગોની હેલીને હોય્ લજ્જાની વાડ
રૂપાળા શમણાંએ કરી ઘુંઘટની આડ
******************************
મોરલાના ટહુકારા ને ચાતકની વિરહતા..
મિલાપની વાતુ બસ મનમાં લઈ ચગળતા..
*******************************
મુંછાળા મરદનો ઘેરા સાદનો ઘાંટો..
સરકતી ચુંદડીએ પગમાં વાગ્યો કાંટો..
*****************************
રેખા શુક્લ(શિકાગો)

પુષ્પાંજલી..


Teachers Shape Up the Stars Of Tomottow...!!!
One degree separation of Inspiration Brings out "the" creation....
Nartan Academy of Chicago-tribute for guruji shrimati Mrugakshiben..!!!

કાલ્પિક દુનિયામાંથી વાસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાઈને વળી વળીને નજરું નાંખી નાની પગલી પાડી જાય..."નુપુરના રણકારે સપ્રેમ ગુરુજીને...!!" મારી બંને દીકરીના આરંગેત્રમ સમયે શબ્દ પુષ્પાંજલી અર્પણ..!

ન્હાના પગલે "નમસ્કાર" કરતી બેહનોની જોડી છે..
કાબેલિયાત સરકરતી મંજીલે ધીમી ડગલી માંડી છે...!!

દીકરીને વળાવતાં હો તેમ આંખ તમારી ભીંજી છે...
"વિદાય નથી હોં .." કહી તમેજ સમજાવી છે..!!

અંદરની કળાને જાગૃત કરવા ગુરૂની જરૂરિયાત પુરી પાડી છે..
અહોભાગ્ય છે દીકરીના કે શિક્ષા તમે દીધી છે...!!

કદાચ ભુલ કરી હશે, બાળક છે..છતા શિક્ષા તમે દીધી છે..
શિષ્યા બનાવી, સાચી લગનથી કળા તમે વિકસાવી છે..!!

જનેતા છું-રહી દેવકી બની આજ પ્રસંશાથી ખુશ છું...
માતા યશોદા બની ગુરૂ તમે બન્યા ને ખુશી અમને દીધી છે..!!
રેખા શુકલ(શિકાગો)

કાલ્પનિક દુનિયા


કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર
રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની
શરમાય છે....
*****************************************
ગુંજન દિલમાં ગુજરાતનું ને કવિતાની કેડી લઈશ...
દુનિયા લડે વાત-વાતમાં હવે તું રડી લઈશ....
*****************************************
શબ્દના અલંકારો ની શોભા છે ન્યારી...
સજ્જનતા ને સૌમ્યતા પ્રભુને પણ પ્યારી..
*****************************************
ઢાંકમાં તુ રૂપને શાને મેંદી ના રંગમાં...
પાગલ તુ પ્રેમના તો લાલ ચટક રંગમાં...
*****************************************
ઘુંઘટની આડે મીઠું એક શમણુ તું જોઈશ...
પાયલની ઝંકારે અનેરું નૃત્ય તું કરીશ...
*****************************************
આવી હાથે પાંખો તો જરા જરા ઉડી લઈશ..
દાદરા બનશે આકરા તો એસ્કલેટરે ચડી લઈશ...
  રેખા શુકલ -શિકાગોઅમેરીકા

ઢીંગલા-ઢીંગલી ને હિંચકે હિંચાવે આ જીન્દગી..


અક્ષરોના ઇતિહાસનો અભ્યાસ કર્યા વગર.. 
પુષ્પાંજલી કવિતાની અર્પણ કરવા આવી છું...

ઝુલતાં મિનારાના સહારે ભર્યા ડગ ને સ્વપ્નનો મહેલ કંડારું છું...
રમત રમી ખો-ખો ની પણ સંતાકુકડી યાદ કરું છું....

સુખના સરનામાની શોધે બાઈ-બાઈ ચાંયણી...
પેહરી ચશ્મા જડે જો ઝાંપો,હું તો ડેલે હાથ દેવા આવી છું...

રુપેરી ઝરણાં ને કહી સસલીએ કવિતા,
દોટ મુકી અટક્યુ બસ અમારી આંખમા...

સુતરના બે ધાગાની રાખડીને રુડી રુપાળી બાંધણી..
નાડાછડી ના બન્યા ગણેશ ને, સાબુમા કોતરેલા પેલા રમકડાં..

મુલાકાત વગરના સંબંધોને ઉછેર્યા અત્તરના પુંમડાથી...
ઉંમરે ઉભી સાંભળુ ઉરના ધબકાર,હેઠી ઉતરી સ્પર્શે મુગ્ધ થાંઉ છું...
ઢીંગલા-ઢીંગલી ને હિંચકે હિંચાવે જીન્દગી...

   રેખા શુકલ -શિકાગો, અમેરીકા