શનિવાર, 4 ફેબ્રુઆરી, 2012

સત્તર અક્ષરી હાઈકુની મજા...(૩)


મૂળસોતા ઉખાડેલા
   દિલ પાછા
 કેમે રોપવા?

બંધને, વરસાદમાં
   સુકવવા
 લાવ કપડા

પારણે ઝુલાવવા
  ભુલકાના
સુંદર મુખડા

આંખડી આંસુમાં
ઢળતી, દિલની
આગમાં દાજી

મારું તો નામ
સરળ સીધી લીટી
  તું પ્રશ્નોત્તર

વર્ષોના સહવાસને
   રાખમાં
ઢબોડી ના દે ને!

વાસંતી અક્ષરો
મૌસમમાં મ્હાલવા
 ડાળી ચુમે

ભવના જંગલમાં
વાયરે નાચતી
 ઢીંગલીઓ

-રેખા શુક્લ(શિકાગો)