શનિવાર, 24 ઑક્ટોબર, 2015

ગઝલ ઝરૂખે.....

ગઝલ બેઠી રિસાઈ ને શબ્દ ના ઝરૂખે
માળામાં સૂશે ટહુકો દઈ પલગી ઝરૂખે

પડછાયા થી ડરે આયનો હસ્તો ઝરૂખે
સંવાદી નૈનોમાં પલળ્યા ખ્વાબ ઝરૂખે

ઉગમણી કોરે પહોં ફાટી અજવાસ ઝરૂખે
ઝૂકી ડાળીએ ગઝલ મ્હેંકી નમણી ઝરૂખે
----રેખા શુક્લ

તારા જેવી આંખ લઈને, પંખી જેવી પાંખ લઈને ઉડવું આભ ની અગાશીએ
ચલ રે મનડા ચંદ્ર લઈને કાંક માં  વિહંગાવલોકન કરવું આભની અગાશીએ 
---રેખા શુક્લ