બુધવાર, 8 ઑગસ્ટ, 2012

જંગલમાં બહારો નું ખિલવાનું….!!




દિકરીનું આવી ને બસ બેસી પાસે રડવાનું
વિચારું શું પુછું ગળે વળગાડી રડવા દેવાનું
જ્યારે ને ત્યારે છે બધાનું દુઃખી થાવાનું
આજ અચાનક તેનું દિલથી દુઃખાવાનું
મારા હાથમાં મમ્મી એના શ્વાસ મુકવાનું
દરરોજ નૂ હસીને કહે મને બોલાવાનું
જર્મન વિનિ નું  હવે ના રહ્યું રિબાવાનું
ઘણીવાર બુક વાંચી મારેરૂમે હસાવાનું
દિકરી આવને વાંચહવે કોણ કેહવાનું
બુક નું શ્વાસ વગર નિઃસ્તબ્ધ રહેવાનું
દિવાલ પાછળ બારીના દ્રશ્યનું થીજવાનું
હસીને બાળપણ માં વિનિ નું ભાગવાનું
કોણ કેહશે હવે બુકનું આગળ પતાવાનું
હાસ્ય રૂમ માં ફરીવળ્યું રૂદન ડુસકાનું
માયા લગાવી દરેકનું અહીંથી જાવાનું
રડીને કરી દે બાય આને તો સહેવાનું
પણ મમ્મી દર વીક નું  જોવાનું
વિચારેલું જંગલમાં બહારો નું ખિલવાનું
યાદ કરી પછી વ્યક્તિ ને ભુલવાનું
---રેખા શુક્લ