શનિવાર, 22 સપ્ટેમ્બર, 2018

પિંજરે...તણખલું


ભાવતું બધું જ મળ્યું જ્યાં સુધી પંખીડુ પિંજરે રહ્યું 
હાસ્ય માં  રૂદન ભળ્યું ત્યાં સુધી શ્વસન પિંજરે રહ્યું 
----રેખા શુક્લ

તણખલું હતું તણાઈ ગયું જોઈ લાગણી ભરમાઈ ગયું 
તણખલું હતું ખોવાઈ ગયું રોઈ લાગણી વહાઈ ગયું !
---- રેખા શુક્લ

કરૂણતા પોકારે


કરૂણતા પોકારે મૄત્યુને
એને જીવવું છે જીવવા તો દેશો ને ?
હજી તો જનમ્યું જ છે હસવા તો દેશો ને ?
ડર લાગે છે મને એના રૂદનનો , ડુંસકા નો
પરખતું નથી હજુ નાદાન છે, થોભી જશો ને ?
ખોવાઇ જશે - કરમાઈ જશે ભોળપણ 
અરે! તેની પણ સજા દેશો ને ?
મશીન બની જીવશે, રોજ મરી ને
રોજ ની જેમ દંશ રોજ દેશો ને ?
---રેખા શુક્લ

ઝાંકળ નીતર્યું નૂરાની મુખડું
પ્રસન્નતા થી ખિલ્યું દિલડું !

----રેખા શુક્લ