ગુરુવાર, 25 જુલાઈ, 2013

વિશ્વનું જોડું ...!!

પ્રશ્નોત્તર પારાવાર થઈ અમર થઈ જશે
ઉત્તર ઉતરી કર્મ દાદરે પરમ થઈ જશે

વિશ્વનું જોડું રાધે-શ્યામનું અવતરી જશે
કાવ્યમાં શબ્દ નો અરથ રૂડો સંવારી જશે

બહાર પણ જોયા ને અંદર આવી પણ જશે
પથ્થર જો પરમેશ તો બેય એક થઈ જશે

પથરીલા મા'ણા કુણા ફુલો ઉગાડી ને જશે
નશ્વરતા પામતા પેહલા સુગંધ પાથરી જશે
---રેખા શુક્લ

ટેકનીકલ ટીપ્સ બગીચો !!

માનવી ની શોધ આવી ને ભટકે
લાગણી ની ભાષા આવી ને મહેંકે

ટીપ્સ બગીચો ભરચક થઈ અટકે
ચામડીના પડપડ ચિત્તા એ ચટકે

પાણીદાર લખોટી આંખેથી ટપકે
અધરે ચુંબન ટપક્યા જઈને મટકે

દર્દ ધક્કો ભડાકે ને માઝી સટકે
શય્યાનાં સંગાથી સપનામાં ભટકે

ચીંટીઓ ભરે પળે પાંપણે ખટકે
વિચારોનું હળવું સરનામું લટકે

ટેકનીકલ થાતી શ્રધ્ધા પ્રભુ અટકે
આભાર સંદેશો ચોકીદાર થઈ ટપકે
----રેખા શુક્લ

અગન

અગન મુકી માઝા રડે ચાબખાં રીઝવે
ટોળું તારલિયાંનું વાટે વાતમાં નીકળે

લટમાંથી જઈ ખર્યું ખરતા તારે ઢળે
વાદળ સંગે પકડાપકડી અડપલે મળે

ચિત્રકથા પ્રકૄતિની શૄંગાર ભાષે ભળે
ભ્રમણાંમાં બાંકડે થીજી લાગણી ઉકળે

પટપટ ઝાંકળ છમછમ દાઝી સઘળે
રોજ ઉગે ને આથમે અગન અંગચોળે
---રેખા શુક્લ

બથ ભરતો

બે હાથ મિલાવે ડાળી હસી વ્હાલ કરે
 આંખો મળ્યા વગર નજરે પ્યાર કરે
પાયે લાગું પ્રભુ આવ્યો દ્વાર આંસુ સરે
કરજોડી વંદન કરું આખું આકાશ ધરે
બથ ભરતો બરફ્નો સુરજ સાંજ હરે
ઝાંકળ થઈને દઝાડતો રાત કરગરે
ઉષા મુકી સંધ્યા માં રીઝવી હરફરે
--રેખા શુક્લ

મહેરબાન

જમીન તો લે લી 
આસમાન છોડ ગયા વાહ
ઉડાન છોડ દે લે 
તીર કમાન છોડ ગયા વાહ
ખુલ્લી જુલ્ફ મેં એક 
સુના ફુલ છોડ ગયા વાહ
કિસ મુકામ પે મેરા 
મહેરબાન છોડ ગયા વાહ 
---રેખા શુક્લ

વો અલબેલી

અજબ મકાનમેં અજીબ લોગ રેહ કહે ક્યા?
દેખ બેવફા જિંદગી મેરા સાથ ન દે તો ક્યા?
દુશ્મની કી હવા સે લહેર કા ગુનાહ ક્યા?
રાત અપની ગુજરી બારાત સપનોંકી ક્યા?
ધુપ તો આંખો તક પહોંચકે રાત આઈ ક્યા?
ભોર સમય તક જીસને બાહુમે ઉઠા રખ્ખા?
વો અલબેલી રેશમ જૈસી બાત ભુલે ના ક્યા?
--રેખા શુક્લ