રવિવાર, 8 સપ્ટેમ્બર, 2013

સજું ક્રિશ વજનમાં

ભજન થઈ ભજનમાં ભજું ઇશ વજનમાં 
સજન થઈ જનમમાં સજું ક્રિશ વજનમાં
****************************

લાલા માટે લીલી છમ્મ કોમળ કોમળ લાગણીઓ
ભાવ જગાડે ભક્તિ રજુઆત સજળ લાગણીઓ !!
******************************

નક્કરતા શ્વાસોની વસંત ચારેકોર છે
સધ્ધરતા ખ્વાબોની પસંદ ચોમેર છે
***************************

પૂર્ણ પ્રતિતી ની પ્રહર વસંત છે !
શોષાઈ તૄપ્તિની સભર વસંત છે
શાંત ડૂબકી એ નિંદ્રા ને હીંચકી છે
સ્નેહ ચુસ્કી એ તંદ્રા માં ઇશ્કી છે !
---રેખા શુક્લ

ગભરામણ ગુંગણામણ.....!

ગુંગળાતી રહેતી ગભરામણ 
અકળાવી વહેતી ગભરામણ
ગુંગળાવા ના દે ગુંગણામણ
શ્વસે વિકલ્પો દે ગુંગણામણ
-----રેખા શુક્લ 

સંબધોની ગાડી..

છુક છુક છુક છુક સંબંધોની ગાડી
રુકી રુકી ગબડે સંબંધોની ગાડી !
-----રેખા શુક્લ 

પ્રાપ્તિની ચાહના લોભિત લાચારી
તરસ્યા રણમાં પ્રલોભિત લાચારી

ટૂંકી ટૂંકી કેડીએ પ્રલોભન લાચારી
સુકી સુકી કેડી મનમોહન લાચારી
-----રેખા શુક્લ 

વિશ્વ

બહુરંગી ને બહુતંગી નિરાશા
સ્થળે અકાળે વરસી નિરાશા

દુઃખનું કારણ અંગત નિરાશા
વિશ્વ પિતા ની સંગત આશા !
---રેખા શુક્લ

વચ્ચે વચ્ચે....!!

નીલવર્ણી સુપ્રભાતે ચિંચિં કરતા પહાડોની વચ્ચે
તરૂવરના ઝુંડો માં ચૈતન્ય પ્રસરે ભંડારની વચ્ચે

કિરણ કિરણ પાંખ પ્રસારે મનોરંજન ઝાંખી વચ્ચે
છંદ શિખરિણી સરળ તરબોળ સૌંદર્ય છબી વચ્ચે

આંખો ખુલે રંગીન રંગીન ડોકિયા કર જાગે વચ્ચે
કૄષ્ણ કૄષ્ણ મોરપીંછુ પરમાનંદ થૈ ઝળકે વચ્ચે !
---રેખા શુક્લ