કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
ગુરુવાર, 13 એપ્રિલ, 2017
અલગ અલગ છે !!
રણની રાહમાં સફર તૄષાની લાગે વાત જરાંકે ક્યાં અલગ છે
વસવસો અધૂરપનો છે જયાં ખીલ્યા નથી ગુલિસ્તાં અલગ છે
શરારત લોભાવે છે, મૄગજળી લગન એકદમ કંઈક અલગ છે
દિન ઢળે ચંદરવા તળે શહાદતી પ્રણય, અગન એજ અલગ છે
હ્રદય તૂટે તો ય રહી સલામત ધડકન ઉફ્ફ ઇબાદત અલગ છે
ચંદન ની ખુશ્બુ હથેળીમાં રહી ફૂલની જાત જ અહીં અલગ છે !!
---રેખા શુક્લ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)