શુક્રવાર, 14 માર્ચ, 2014

રતન


ધૂળના રતન શીખે જિંદગી, પળપળ રૂંવે હસીને જિંદગી
જો માન્યું કે અહીં છે જિંદગી, મણમણ રડાવે જિંદગી !!
-----રેખા શુક્લ
બાંધી સંબંધ નિભાવવા કોણ કોને ખોળે છે જિંદગી ?
હડસેલી દે તરછોડી દે નિભાવે સોળે કળાએ જિંદગી 
----રેખા શુક્લ
ભાંગી દે માંગી લે ખોવાઈ જો ખોળી જિંદગી
તોળી તોળી ને માપી લે આખી આખી જિંદગી
----રેખા શુક્લ
જેને માનો મારા કહીને 
મારા આંસુઓ મારા કહીને
ઉંચા એમના પારા અહીને
જુદા એમના સિતારા રહીને
---રેખા શુક્લ
તું રડાવીશ ને હું હસાવીશ પછી શું ?
હું માફી આપી ને સોરી કહીશ પછી શું?
વાત ને વિચાર અલગ માનીશ પછી શું
હા, સળગ અહીં ના કંઈ તારું પછી શું?
---રેખા શુક્લ