રવિવાર, 29 જુલાઈ, 2012

માનવાક્રૂતિ....


મુંગા શહેરની બર્ફીલી માનવાક્રૂતિને 
જીવન-લોઢ પર અત્યાચાર બુંદનો કાટ
આશ-મિનારનાં ડગમગતાં ખંડેર પર
આતશબાજી ની લાંબી-ટુંકી વણજાર
સસલાએ કર્યો પડકાર જંગરાજ ને
સર્જનહારને શરણે તો સૌની લાજને
આશુકોની મુંગી મહોબ્બતના મંદ ધબકારે
લાગણીના ફુલની લાશને કુચલતો ફરે
--રેખા શુક્લ("ગગને પૂનમ ના ચાંદ"માંથી)

प्यारका तोफा...


प्यारका तोफा...
नहीं कहेंगे आपको के जिओ हजारों साल मगर 
इत्ना तो जरुर कहेंगे आपको ये दिन हो तुम्हैं मुबारक...
इस दिन की यादें रहे हजारों साल...
क्या रख्खा है जिने में हजारों साल गर हसीन न हो आजका दिन..?
चंद गुफ्तगु हो पयमाने हो परवाने हो पिनेवाले और पिलानेवाले हो.
होंठो से न सहीं आंखोसे हि सही मगर इतना तो जरुर कहेंगे आपको ये दिन हो तुम्हैं मुबारक..
न सोना न चांदी दिया है छोटा सा उपहार मगर दिया है बडे प्यारसे ये उपहार...
तुम्हारे कद्रदानो की बाते होती रहेगी युं ही आजकी शाम गुजरती चलेगी
चंद लम्हें करके यादगार सुनलो फिरसे एकबार ये दिन हो तुम्हैं मुबारक..
----रेखा शुक्ला (गगने पूनम नो चांद)

વૈભવ કિરણોનો....


ગઈ કાલે તો તરુવર પર્ણ ને ફુલે કિરણો નો વૈભવ હતો 
આજ અહીં ઉગેલી ઇમારતો ની વચ્ચે સુર્ય લથડાતો હતો
કાલે તો પંખીના ટહુકા હવાના હિંડોળે ઝુલે ઝુલતા હતા
આજ મિલોની ચીમનીઓ ની ચીસોમાં અટવાતા હતા
કાલ ફુલોના સાગરે પરીઓની પરિમલ કાયા તરતી
અહીં આ નાગુ પુગું થાક્યું પાક્યું નગર ડુબ્યું કે બુડતું
આજ-કાલ ની પેલે પાર ફરી વૈભવ કિરણોનો છલકાશે??
-રેખા શુક્લ