બુધવાર, 13 માર્ચ, 2013

કુછ- કુછ


આરઝુ દિલે વહી સંવેદના
આંખે વેહતી ચાખે વેદના
---રેખા શુક્લ 
ચાંદમાં ઝબોળેલું સપને રૂપેરું શહેર છે
ચરમસીમા એક લાગણીનો એહસાસ છે
---રેખા શુક્લ
થોડે અરમાંથોડે આંસુ
થોડે ફુલનિસાર ખુશ્બુ
--રેખા શુક્લ

ફાગણીયો અણસાર....!!


સજળ નૈને કરે પ્રેમ ઝાંઝરનો રણકાર છે
નજરમાં નગર છે મળી લે આવકાર છે
ટહુકી લે મોરલો મેઘ મલ્હારે સત્કાર છે
કુણા પર્ણો પર પથારી ખોળે ભણકાર છે
કેટ્લી દરકાર કા'ના પ્રેમનો પ્રતિકાર છે
આવિષ્કારને અંગિકાર મારો સહકાર છે
----રેખા શુક્લ ૦૩/૧૩/૧૩

પડે પગલીયું હ્રદય ભીનાશે….


ઉંટ્પગલે આવી વણઝાર રેતમાણસો હારું
ભીનું કારણ તારું રુવે ઝાંઝવું રણનું મારું
હ્રદય ભીનાશે મ્રુગજળ પ્યાસું હરણું મારું
પ્રીતડી પ્યાસી ભાન ભુલવે મ્રૂગજળ હારું
---રેખા શુક્લ 

ડાળીઓ જવાન ઝુલશે....!!


પર્ણ ને ડાળીઓ જવાન થઈ જશે

કળીઓની ચમનમાં હવા થઈ જશે

પાલવની સુગંધે ઓરડે જૈ ભરાશે

ગુલાબી થૈ ગુલાબી આંગણે ઝુલશે
---રેખા શુક્લ