ગુરુવાર, 31 જુલાઈ, 2014

કા'ન


જ્યારે કાપવાના હોય જોજન નાં અંતર
આપણા વ્હાલમાં પડે ના મંતરથી અંતર

તણાવું કા'ન તુજ તાન ના પૂર માં સદંતર
વ્હાલ તારું મુજ રૂધિર ના સૂરમાં નિરંતર 
-----રેખા શુક્લ

હંસ ચાંચો બોળી ને ઉડી ગયા.....ગગને!!
પઠન સ્વરમાં ઝબોળીને ભળી ગયા લગને
-----રેખા શુક્લ

છૂમંતર


રોળીને લાગણી પરોઢે છૂમંતર 
જમનાની રેતમાં પગલા છૂમંતર
શબ્દ ડોકુ કાઢી વક્ષમાં છૂમંતર 
પૂર્ણતા નો આભાસ સૂક્ષ્મ છૂમંતર
----રેખા શુક્લ