શનિવાર, 18 મે, 2013

હરિહરને ઓઢવા મોકલ્યા......!!

રૂંવે રૂંવે ડસતા એહસાસ મોકલ્યા  ..ઇરછાના ઝરૂખે મ્રુત્યુના ડોકિયા...મોકલ્યા....!!
----રેખા શુક્લ
................... 

સુર્ય ટશુરિયા વરણું
શેરીમાં સંતાણુ શમણું
દેરીમાં છુપાણું ઝરણું
કેડીમાં વ્હાલું તરણું
ભાલે ટિલડી ચંદ્રાણું 
---રેખા શુક્લ 
.....................
જીવનનું અંતર ધટવા કરું છું એક અરજ
શયને પાથર્યું પાથરણું આભ નું મુજ ફરજ
અખિલ બ્રહ્માંડનાથ નું પારણું રહ્યું તુજ કરજ
અંગે અંગ હરિહરને ઓઢવાની પાગલ ગરજ
નરસૈયો જુવે રાધા-કિશન ફળતી રે અરજ
----રેખા શુક્લ