રવિવાર, 16 જૂન, 2013

ગ્લોબલ પંખીડા..!!

માતૄભાષાના ચંદરવા નીચે સાબુની ગોટી ના રમકડાં
પ્રભુના પ્યારા અક્ષર ને અભરખાં "હું ને તું" કવીતડાં
મંડપ નાંખી બેઠા સાક્ષર ભ્રમરની વાટે બ્લોગ રમકડાં
ખટમીઠ્ઠી ચણીબોર ની સરભરામાં ગ્લોબલ પંખીડા..!!
--રેખા શુક્લએ ........... ગયા..

ઉભરાણા એ તણાઈ ગયા...અક્ષર ને બાંધ પાળ
વરમાળા એ સજાઈ ગયા...ભ્રમણ ને બાંધ કાળ
તરગાળા એ રંગાઈ ગયા...તિમિર ને બાંધ વાળ
મહેંકાણા એ છવાઈ ગયા....પુષ્પ ને બાંધ ઢાળ..!!
--રેખા શુક્લ

ગઈ ગઈ ગઈ...

રજાઈ થઇ સજાઇ ગઈ શબ્દ માં સમાઈ ગઈ
પ્રણય થઈ ખોવાઈ ગઈ અર્થ માં તપાઈ ગઈ
લજાઈ ગઈ પરાઈ થઈ તૄપ્ત થઈ ઘવાઈ ગઈ
ખીજાઈ ગઈ ધરાઈ ગઈ કાવ્ય થઈ છપાઈ ગઈ
સવાઈ થઈ સીવાઈ ગઈ વાક્ય માં મુકાઈ ગઈ
છવાઈ ગઈ જીવાઈ ગઈ સુક્ષ્મ માં જણાઈ ગઈ
----રેખા શુક્લ