શુક્રવાર, 27 માર્ચ, 2015

સુઝી નો જીમી


બરફ જોઈ ને કૂદાકૂદ કરતો જીમી ભાગે ને સુઝી એને ભાગવા પણ દે. ટપટપ ટપકતાં સ્નોફ્લેક્સ ને ઉંચે જોઈને ગેલ માં આવી જાય. જીમી ભીનો થઈ જાય ને આખું શરીર ખંખેરી પાછો રમે.સુઝી ને જુવે, બહાર રમતા બાળકો ને જુવે ...ડાળીએ બાઝેલા સ્નો ને જુવે..એવરગ્રીન બુસીઝ માંથી બરફનું ગચ્યું ખર્યું ને જીમી બી ગયો ને સુઝી ખડખડાટ હસી પડી...ધીમે ધીમે સ્નો હવે મેલ્ટ થઈ રહ્યો છે તે જીમી ને સુઝી બન્ને એ બારી માંથી જોયું... ફરી એજ બુસીઝ્માં કઈ સળવળાટ થતો જોયો..કુતુહુલતા પૂર્વક જીમી જોતો હતો એક સસલું ડોકિયું કરી ને પાછું સંતાઈ ગયું વિકેન્ડમાં અંકલ આન્ટીને ત્યાં જવાનું થયું ત્યાં તો ટોમી સાથે ખૂબ ભાગંભાગ કરી. હવે થોડી કૂંપણો ને ભીનું ભીનું ઘાંસ ચોતરફ દેખાય છે...જીમી કૂતુહુલતા વશ આમ થી તેમ ડોકુ હલાવી બધે જુવે છે..વિન્ડી છે તેમાં તેના વાળ ઉડી રહ્યા છે પણ એ હવા ને ક્યારેક આંખો બંધ કરીને માણી રહ્યો છે. બાજુમાં સુઝી બેઠી છે તેની નજર ટુલીપ્સ ની ઉગતી કૂંપણ પર પડે છે...ફાઈનલી ફ્લાવર્સ ...ત્યાં તો જીમી ભાગ્યો સામે વાળાની બુસીઝ માંથી ડોકિયું કરેલું સ્કંકે તેની પાછળ....સુઝી ચિલ્લાઈ જીમી નો...જીમી નો...જીમી સ્ટોપ...જીમી કમ બેક...આમાં સ્કંક ગયું ગભરાઈ નેજીમી ની આંખમાં સ્પ્રે કરી ગયું...જીમી ની આંખો લાલ લાલ થઈ ગઈ ને સ્કંક ની સ્મેલ એટલે ટોમોટો જયુસ થી નવડાવ્યો..આખુ ઘર હજુ સ્મેલ થી ગંંધાય છે...જીમી ની આંખો ધોઈ ધોઈને સુઝી હજુ દાંટતી રહે છે...આઈ સેઈડ નો ટુ યુ ..!! નાઉ લુક એન્ડ લીસન નો મીન્સ નો ! જીમી એની પીંક આઈઝ થી સુઝી સામે જુવે છે ને પવનના વાયરે ઉડતા વરસાદના બુંદો બારીના કાચ પરથી સરે છે તેને કુતુહુલતા થી જુવે છે...યસ જીમી ઇટ્સ રેઈનીંગ વી આર નોટ ગોઈંગ આઉટ ટુ ડૅ..!! કહી તેને પંપાળે છે...સુઝી એની બુક વાંચે છે ને જીમી ને પંપાળતી રહે છે. 
---રેખા શુકલ