શુક્રવાર, 21 ઑગસ્ટ, 2015

તું તો છે ધબકાર ....

તું તો છે ધબકાર ....
પાત્ર એવું ભજવાણું લાગ્યું થયો ઝબકાર
માત્ર એવું સંભળાયું કેવો થયો  ચમત્કાર
બળતા દિલે ઉભરો ઠાલવ્યે થયો છમકાર
હસતા હોઠે લૂંછી આંખો પગલી કરે રણકાર
---રેખા શુક્લ

સાદ પાડે પગલાં....


પટરાણી રાધા ના જાન પગલાં
ગોકુળના મારગે કૄષ્ણ પગલાં

સુખના ઝાંઝર રણક્યા પગલાં
સીવેલા હોઠ ગણગણે પગલાં

સૌરભના ઉઘાડે દ્વાર પગલાં
કેડી વૄંદાવનની માણ પગલાં
----રેખા શુક્લ