બુધવાર, 29 મે, 2013

બચાવી લો કો'ક

બચાવી લો કો'ક અહીં ચરણમાં  રજ દઝાય છે 
અહલ્યા -દ્રૌપદી -સીતા ને કો'ક તો બચાવી લો
સુકા સાથે લીલું બળતું કળયુગ નો ક્રુર પ્રભાવ છે
ચરણરજ થઈ  દઝાય છે;   કો'ક તો બચાવી લો
કુંણું છુટ્યું તરણું; એક બકુડી વાંછરડી તણાય છે
પગલાં પગલાં માઝા મુકી કો'ક તો બચાવી લો
ફેસબુકની અગાશીએ ઉંઘમાં તારલા કરમાય છે
ઘાયલ ભાવુક ચંદ્રને; ખુદ રામ થઈ બચાવી લો
--રેખા શુક્લ