ગુરુવાર, 1 જૂન, 2017

હસતું કાવ્ય


સપનામાં હસતું કાવ્ય એટલે આર્યા
મારી કૂખમાં ઘુઘવાટા કરતું કાવ્ય...
એ જ હાસ્ય ને એજ નખરાં કરતું ...
ગળે વળગી ને રમતું વ્હાલું કાવ્ય ...
લાગણીઓથી ભરપૂર ચેહરે મલકતું કાવ્ય...
ભાખોડિયે ભરતા ભરતાં વળી ને વખાણ સાંભળતું કાવ્ય..!!
---રેખા શુક્લ
******************************************
આપણે એના પગલાં આ સમય માંડે ડગલાં
ચાલ હવે આરામ કરીએ ભૂંસે સમય પગલાં
----રેખા શુક્લ 

મંગળવાર, 9 મે, 2017

કાઠિયાવાડીતળપદી જો ન સમજાય તો માફ કરજો જાયા, બાકી મીઠ્ઠ્ડી તો છે કાઠિયાવાડી ભાષા
માથે ગાગર ને ચકા-ચકી ની વાર્તા, ભાભા ઢોર ચારતાં છોકરાંઓની કાલી ઈ ભાષા

પાટી-પેન માં ધૂંટી-ઘૂંટી અક્ષરો ગોળ-ગોળ મોતી દાણા ઇ મારી વ્હાલી દિલની ભાષા
ભાણીબા ના માન ઘણાં ને ભાણા ભઈ મોંઘેરા, ફળિયું -મેડી-પાણીયારું બોલકી ભાષા

વંડી ટપી ને માર્યા ધૂબાકા ઘાબે થી ઝાઝેરા, અથાણા-અનાજ પકવો કેરી રમતી ભાષા
કિચુડ કિચુડ મોજડીયું ને લટકો ચટકો ગુર્જરી, સુંવાળુ વ્હાલ વેરતી મોજીલી ઇ ભાષા
---રેખા શુક્લ 

કક્કોને બારાખડી
લથડીયા ખાતો કક્કો, ભૂલવાની એને બારાખડી છે
ટપ ટપ ચાલ અંગ્રેજીની ઝલક, હસી બા જડી છે !!

આ તો શબ્દ રમાડે, "શબ" જીવે આમ જ ખડી છે
લોહી ને વેહવાની ટેવ, યાદ ની જ્યાં નદી વહી છે!!

ભૂલમાં મળી'તી "મા" ...ખોવાઈ જતાં આંખુ રડી છે
માતૄભાષા શીખ્યા પછી, ગોથે કદીય ન ચડી છે !!
----રેખા શુક્લ

"સહિયારું સર્જન"


પરિબળ વધ્યું ઉડ્યું મન કલમ કાગળે વળગણ
ચાલ સખી ને સખા આપણને ભાષાનું ગળપણ
---રેખા શુક્લ 
શ્રધ્ધાના ઓટલે "સહિયારું સર્જન" આવો ઓરા તો ભળીએ
પ્રણય રૂડો અવસર માતૄભૂમીએ ભાષાનો આવો ઝળઝળીએ
---રેખા શુક્લ
ગુર્જરી છૂંદણા છાંટુ પ્રભાતે, સવાર છાંટુ કવિતા વાટે
ગુજરાતણ છું છાંટુ પ્રભાતે, રંગ રૂપાળા કવિતા વાટે
---રેખા શુક્લ 

ભાષા


પુનરાવર્તન ભાષા ઓટલે 
ઓઢી ભાષા ઓઢણી ઓટલે

એ જ ચબુતરો ને એજ પંખીડે
ફેસબુક ના વરંડે કવિ પંખીડે

વાત વાતમાં ભળે તળપદી 
શુધ્ધ ગુજ્જુ ઝંપલાવે વદી 

હું ને તું થી આપણે મલકંતા
એમ વેદના દિલમાં સંઘરતા
---રેખા શુક્લ

સોમવાર, 8 મે, 2017

"મા"


લથડીયા ખાતો કક્કો ભૂલવાની એને બારાખડી છે
ટપ ટપ ચાલ અંગ્રેજીની ઝલક હસી બા જડી છે !!

આ તો શબ્દ રમાડે "શબ" જીવે આમ જ ખડી છે
લોહી ને વેહવાની ટેવ યાદ ની જ્યાં નદી વહી છે!!

 ભૂલમાં મળી'તી "મા" ખોવાઈ જતાં આંખુ રડી છે
માતૄભાષા શીખ્યા પછી ગોથે કદીય ન ચડી છે !!
----રેખા શુક્લ

શનિવાર, 6 મે, 2017

દિકરી લક્ષ્મી નો અવતાર ..દૂધે નવડાવો ગાલીચે સૂવડાવો
કારણ દિકરી લક્ષ્મી નો અવતાર

નજર ઉતારો ને પારણાં બંધાવો
કારણ દિકરી લક્ષ્મી નો અવતાર

હાલરડાં ગાઓ પાંચીકૂકે રમાડો
કારણ દિકરી લક્ષ્મી નો અવતાર

રૂપેરી ચમચીથી ખીચડી જમાડો
કારણ દિકરી લક્ષ્મી નો અવતાર

આતો લાગ્યું ઘેલુ મોરલે રમાડો
કારણ દિકરી લક્ષ્મી નો અવતાર

પોપટ હાથીના અરે ઝુલે ઝૂલાવો
કારણ દિકરી લક્ષ્મી નો અવતાર

નવા નવા વાઘા કેસર ઘી ના થાળ
કારણ દિકરી લક્ષ્મી નો અવતાર

સપના માંથી અરે કોઈક તો જગાડો
કારણ જુદુ દિકરી લક્ષ્મીનો અવતાર
----રેખા શુક્લ