ગુરુવાર, 5 એપ્રિલ, 2018

સુખી તો છે ને


અર્પણ પ્રિય સખી ને ...હંમેશ સ્મિત રહે મુજ અધરે ને ...... !!
ના વસ્તુ ની કે લાગણી ની કિંમત છે એને, દિલથી નજીક તોય ને 
વેદના મારી વિફરાતી આકુળ થઈ ને , દિલથી નજીય તું તોય ને
સુખને ઉછેરવા વ્યાકુળતા વધે ને, વાંક મુજનો છે દિલમાં પ્રેમ ને
આબાદ જોયા  નખરા પૈસાને, આંસુની કિંમત શું આમ સમજે  ને
ખુદના જ ઇશારે નચાવે છો ને, હવે શાણપણે ઉંમરે પગના ઉપડે ને
પહેરો ઓઢો ને સુખી થાવ છો ને, રતન જડે ચિંથરે અમને ને !!
પ્રકૄતિ દિલ તોડવાની તને રીઝવે ને, પૂછે અરીસો સુખી તો છે ને 
---- રેખા શુક્લ