સોમવાર, 16 ફેબ્રુઆરી, 2015

હવા છે કે સમય....
કાહે સરી સરી જાય, પાસે આવી જાય
ક્ષણેક આશે ઉભો આવી ફરી ફરી જાય 

સમજુ એ પેહલાં જ બદલાઈ એતો જાય
નવાબ ની જેમ રોફ એનો પણ ફરી જાય

નતમસ્તકે એક શીશુ થઈ જોંઉ વહી જાય
મારગડો રોકી રોકી જોને ફરી વળી જાય

----રેખા શુક્લ

સાંભળો તો

સાંભળો તો સમજાવુ મારા મર્યા ની વાત
ધક ધક કરવા ઝાંઝવાને જોયા ની વાત

હરખે રડ્યા ને મોટાઈ ના કર્યા ની વાત
જીગરના ટૂકડા તૂટે પેહલા વાર્યાની વાત
સાંભળો તો સમજાવુ મારા મર્યા ની વાત
રોજરોજ સંભાર્યા ને યાદમાં મર્યા ની વાત
ખૂટ્યા વ્હાલ પૂજ્યા તેમને વર્યા ની વાત
આંસુ મારા બહુ ખર્યા સમંદર ખર્યાની વાત
સાંભળો તો સમજાવુ મારા મર્યા ની વાત
----રેખા શુક્લ