રવિવાર, 21 જૂન, 2020

આંસુ

ગુગમ ગરિમા મંચ પરથી આંસુ વિષે શિકાગોથી રેખા શુક્લના વંદન
દિકરી વળાવુ હું જાણી લેજો..
ભૂલ થાય તો વાળી લેજો...
હસતી એનો માણી લેજો..
આંસુ એના વાળી લેજો...
આંસુ ને તો સરવાની આદત ...ભોળી આંખે રડતા આંસુ
##### મૄગજળમાં જડેલા########
ગજબ સ્ટોરમાં, અલગ અલગ, ડ્રોપર મહીં ભરેલા..આંસુ
સતત વેચાતા આંસુ રડ્યા; ટીંંપા ટીંપા સંધરેલા...આંસુ
ઝુ માં જોયેલો તેથી વધુ, અદભૂત જાનવર જોયેલા..આંસુ
કોઈ લાગ્યા વ્હાલા પળે, મા'ણા ના કોઈથી ડરેલા...આંસુ
પ્રાણી પ્રાણી રડતા હસતાં;  આંસુમાં ભળેલા.. આંસુ
ખોટા ખોટા, મોટા આંસુ છાના ડુસકે કળેલા...આંસુ
સ્વાર્થી આંસુ, જીવ પરોપકારી પરબે જઈ મળેલા..આંસુ
પાણીમાં ડચકાં ખાતા આંસુ ના આંસુ થઈ રડેલા...આંસુ
રણમાં તરસ્યા ગયા... ગયા મૃગજળમાં જડેલા..આંસુ
ક્લીફ બ્રીજના સળંગ વળાંકે, ગ્રામોફોનમાં ગુંજેલા...આંસુ
---રેખા શુક્લ