શનિવાર, 30 મે, 2020

મૄત્યુ અમૄતદાન


નાનકડું આકાશ મારે ગજવામાં છે ભરવું 
ઇગ્લીંશ વસ્તુઓનું પરદેશગમને છે તરવું 
ભાગમભાગી મહામારીએ દીપ પ્રાગટ્ય કરવું
પાકિટમાં લેક્ચર ભરી ગલુડિયાનું છે ડરવું
પપ્પા સ્લોટર હાઉસ જેવું વાઇરસનુ છે ફરવું
જ્વલંત વને ભેંકાર એકાંતી રોજનું છે રડવું 
કરૂણા ક્યારે ડેટિંગ કરશે માનવતાનું મરવું 
ધર્મના સંસ્કાર ઉગ્યા કર્મી  સિધ્ધાંતનું જીવવું
-- રેખા શુક્લ

ચીખે પ્રાર્થના


મુંઝાયું છે જગત આખું વાયરસથી
આને રાક્ષસ કહીશું કે દેવ શબ્દથી
મળી જાય ધોધમાર ફરફર કરવાથી
કળી લે ઝીણકું મારી શ્વાસ ભરવાથી
મન મંદિર ગયું ખળભળી ઉરમાંથી
પાન પત્તા બની ખરશે વાયરસથી
જીવન  છે માખણચોર આગમનથી
હવે ચીખે પ્રાર્થના ફુલોના પલકોથી 
                       --- રેખા શુક્લ

શુક્રવાર, 29 મે, 2020

'જૂઈ - મેળો' : ૨.

વિશ્વભારતી સંસ્થાન,અમદાવાદ અને 'બેઠક',અમેરિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આંતરરાષ્ટ્રીય e 'જૂઈ - મેળો' : ૨.
કવયિત્રીઓ : દેવિકા ધ્રુવ, રેખા પટેલ, જયશ્રી મર્ચન્ટ, સપના વિજાપુરા, પ્રજ્ઞા દાદભાવાળા, જિગીષા પટેલ, ગીતા ભટ્ટ અને ઉષા ઉપાધ્યાય
ઉષાબેન ઉપાધ્યાય ના સંચાલન નીચે પ્રોગ્રામ ચાલ્યો ત્યારે બધાનો પરિચય આપ્યો પછી આવકાર્યા પ્રજ્ઞા દાદભાવાળા એ. હરખપદુડી હું ખૂબ આતુરતા પૂર્વક સર્વે કવિયત્રીઓની રાહ જોઈ રહી હતી. 
સૌ સખીઓનો ખૂબ ખૂબ આભાર. દેવિકાબેન દેખાયા અને ટેકનીકલ પ્રોબ્લેમ થયો પણ તેમણે ફરી ટ્રાય
 જરૂર કર્યો. રેખા પટેલનો સુંદર પરિચય અને તેની ખૂબ સરસ કવિતાઓ સાંભળી તાળી પાડી ઉઠી. 
આ તો મારૂ અંતર છલકતું હતું ને તેણે માસ્કનું બંધન  ને ગરમ ઉકાળાની વાત રજુ કરતું 
કોરાના નું કાવ્ય ખૂબ ગમ્યું. એક પછી એક સખી મિત્રો ને મળી આવી આજ હું મ્હાલી આવી. 'માણસ ' અને  'જિંદગી જીવવા આધાર જોઇએ' માર્મિક ગઝલ પછી ઇશીતા નો શેર મૂક્યો.
 "તાર કાં તો માર રસ્તા બે જ છે. "આત્મનિર્ભરતા નું મહત્વ સમજાવી ઉષાબેને જયશ્રીબેન મરચંટ
નો પરિચય આપ્યો. શબ્દની સાધના ને તેમના મનોબળના ખૂબ વખાણ થયા ને કાન સળાવા થઈ ગયા.'વિશ્વ યુધ્ધ એટલે કરોના વાયરસ' બસ આજ કવિતા સ્પર્ધા માં મુકી 'જાણવા પૂરતું જાય છે કેટલું'  સુંદર ગઝલ પછી  કોશેટામાં બંધ ભલે પણ રેશમ રેશમ પળ મળે ... ક્યા બાત !! ડર્યા વિના જ અમે તો સો માંથી સોંસરવા નીકળ્યા. માણી અમે જગ મહે ફરવા નીકળ્યા...બીજી સુંદર ગઝલ !! મટકું મારવાનું મન ના થાય.( દાવડાનું આંગણું નામના બ્લોગ માં સાહિત્ય રસિકો જરૂર જોવા વિનંતી. ) સપનાની ઇદ ની કવિતા 
સાંભળી દિલ દ્રવી ઉઠ્યું. 
ઉષાબહેન જુઈ મેળો મઘમઘી રહ્યો છે. પછી આવી તેની એક રોમેન્ટીક ગઝલ. "કાનમાં તને એક નાની વાત કરવી છે. ... આવ તું તો એક મજાની વાત કરવી છે. " હા હા હા સુહાની વાત
"મારા ઘરનો ઉમરો" સુંદર લખાયેલ મીઠા અવાજ માં પ્રગ્નાબેન ની પ્રસ્તુતિ સાંભળી મન પ્રફુલ્લિત થઈ ગયું." મારું આ ઘર " વિધવા સ્ત્રીની સેંથી લાગે છે.સૌ ભાગ લેનાર કવિયત્રીને ખોબોભરી અભિનંદન ઉષાબેનના નેતૃત્વ હેઠળ પ્રોગ્રામ સરસ રહ્યો. જે આવ્યા તેમનો આભાર અમને પ્રોત્સાહન આપી તમે કાર્યને બળ આપ્યું છે. જિગીષાબેન ગીતાબેન સર્વેને સાંભળ્યા ક્યાં લગભગ દોઢ કલાક ચાલ્યો ગયો ખબર 
પણ ના પડી
-- રેખા શુક્લ 

ગુરુવાર, 28 મે, 2020

શિસ્ત

बहोत तकलीफ होती हैं मुजे जिनेमें
मेरी हर सांस बसती हैं तेरे सीनेमें
---- रेखा शुक्ला
**********************************
જીવનમાં શિસ્ત વગર કંઇજ નથી,
શિસ્ત સંગાથે શક્તિ નો સંગમ એટલે જ સાર્થકતા
-- રેખા શુક્લ
***********************************
માંહ્યલો ગુલમહોરી 
હું પરોવાઈ ગઈ મણકે દોરી જેમ
દ્રશ્યના રંગીન મણકાનો આ હાર
રેખા, પ્રગ્ના, ઉષા,સપના, જેમ
દેવીકા, જયશ્રી,જિગીષા,ગીતા હાર
ના દ્વેષ વસેલ હરખપદુડી જેમ
હા, હું મણકાની માળા હાર !!
                                      --- રેખા શુક્લ
**********************************************

અતિ સ્થિર થાવાની લગનીમાં
 ફરી પથ્થર 
બન્યો લો હવે જવાનો અગ્નિમાં  
દ્રશ્ય સાકાર
દેહ રાખ થાવાનો લાગણીમાં 
ખોળો ખોબો
ધરતીનું વાતસલ્ય પાણીમાં 

--- રેખા શુક્લ

બુધવાર, 20 મે, 2020

છેલ્લી નોટિસ ...!!

Image result for mask pictures
માણસે માણસનો ફક્ત ઉપયોગ કર્યો છે,
ના છૂટકે કુદરતે એક પ્રયોગ કર્યો છે,
આવો પણ સમય આવશે નહોતી ખબર, 
માણસનેજ માણસનો ડર લાગશે નહોતી ખબર,
મોંધા માં મોંધા કપડાં કબાટમાં લટકાવી દેવામાં આવ્યાં,
અને બ્રાન્ડ વિનાનું માસ્ક બાજી જીતી ગયું .
કોરોના વાઇરસના માધ્યમથી ઇશ્વરનો સુંદર સંદેશ,
તમે પ્રુથ્વી પરના મહેમાન છો માલિક નહીં.
કુદરતે આપેલી ભેટોને આપણે નુકશાન પહોચાડ્યું છે,
આ કોરોના વાઇરસ એની છેલ્લી નોટિસ છે. 
મંગળ પર જીવન વિકાસવાની વાતો કરતો હતો માણસ, 
આજે પૄથ્વી પર અસ્તિત્વ ટકાવવા જજૂમી રહ્યો છે.
અમુક નાસ્તિક લોકો મેણાં મારે છે કે 
હોસ્પિટલ ખુલ્લા છે અને ભગવાનના દ્વાર બંધ છે
ના ભાઈ, ભગવાનના દ્વાર બંધ નથી
જો અદ્રશ્ય વાયરસમાં તમને મારવાની શક્તિ હોઇ શકે છે
તો અદ્રશ્ય ભગવાનમાં તમને બચાવવાની પણ તાકાત છે
બસ વિશ્વાસ રાખજો. 
આજે બધા મંદિરો બંધ છે કારણકે
બધા ભગવાન અત્યારે હોસ્પિટલમાં 
સફેદ કોટ પહેરીને સેવામાં છે. 
કોણ કહે છે કે ભગવાન નથી દેખાતા
ખાલી એજ તો દેખાય છે જ્યારે કોઈ નથી દેખાતું.
રહી જો ડાળીઓ તો પાંદડા પણ આવશે
આ દિવસો ખરાબ છે તો સારા પણ આવશે
બસ સમયને સમયસર સાચવી લેજો
બીજું કંઇ પણ સાચવવાની જરૂર નહીં પડે
જે સમયે સમસ્યા એ જન્મ લીધો હોય છે,
એજ સમયે સમાધાને પણ જન્મ લીધો જ હોય છે.
શતરંજ હોય કે પછી જિંદગી, 
જીતવા માટે ધીરજ રાખવી જ પડે
જીવનમાં કપરો સમય તો આવે જ છે
તે તમારા પર આધારિત છે કે તમે તેને કેવી રીતે લો છો
કોઈને અડવું નહીં એ આપણે શીખી ગયા 
પણ કોઈને નડવું નહીં એ આપણે ક્યારે શીખશું
એટલી હદે આઝાદ થયો છે આજનો માનવી
કે આજે એને ઘર પણ જેલ જેવું લાગે છે
જીભને સેનેટાઇઝ કરિને ક્વોરંટાઈન કરી દો
સબંધોમાં પ્રસરતો કોરાનો-વાઇરસ અટકી જશે
કોઈતો એવું સેનેટાઇઝર બનાવો કે
જે હાથની સાથે સાથે લોકોના દિલ પણ સાફ કરે 
સમય સમયની વાત છે સાહેબ
પહેલા કહેતા કે  નેગેટિવ લોકોથી દૂર રહેવું
હવે કહે છે કે પોઝિટિવ લોકોથી દૂર રહેવું
કોરાના એ લોકોને સમજાવ્યું કે, 
આપણો દેશ અને આપણા ઘર જેવી 
સુરક્ષિત જગ્યા બીજે ક્યાંય નથી
જ્યારે પરિસ્થીતિ બદલવી અશક્ય હોય,
ત્યારે મનની સ્થિતિ બદલી નાખો
નિમિત્ત કોણ હતું એનાથી ફેર નથી પડતો
નિર્ણય હમેશા કુદરતનો હોય છે જે દરેકને સ્વીકારવો જ પડે છે
સમય પણ ઘણો મજાનો છે સાહેબ, 
પહેલા મળતો નહોતો અને હવે જતો નથી
ક્યારેક પરિસ્થીતિ ને સમય પર છોડી દેવી જોઈએ, 
શું ખબર તે પરિસ્થીતિ તમારા પ્રયત્નો નહીં સમય માંગતી હોય
એક સેકન્ડનો પણ સમય ન્હોતો સાહેબ આ દુનિયાના માણસો પાસે
કુદરતે બધાને એક સાથે જ નવરા કરી દીધા
થપ્પો દાવની રમત ચાલી રહી છે, દાવ કરોના નો છે
આપણે છુપાઇને રહીશું તો જીતી ગયા
અને બહાર નીકળ્યા તો કોરોના આપણને આઉટ કરી દેશે દુનિયામાંથી
વેન્ટિલેટર કરતાં માસ્ક પહેરવું સારું,
ICUમાં રહેવા કરતાં ધરમાં રહેવું સારું 
અને જિંદગીથી હાથ ધોવા કરતાં 
સાબુથી હાથ ધોવા સારા
જિંદગીમાં પહેલી વખત જોયું કે માણસે જીવવા માટે પૈસા કમાવવાનું છોડી દીધું 
સમય સમયની વાત છે સાહેબ,
ક્યારેક ઘરે પડ્યા રહેવાવાળાને 
નકામા કહેવામા આવતા
અને આજે ધરે પડ્યા રહેવા વાળાને સમજદાર કહેવામાં આવે છે. 

સોમવાર, 18 મે, 2020

'સરસ્વતીચંદ્ર' સૌનું પ્રિય પુસ્તક

ગુગમ ગરિમા મંચ પર રેખા શુક્લના વંદન 
શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની અમર સાહિત્યકૄતિ કે જે ભાવનાથી 
સભર અને અદ્વિતીય મહાકથા એટલે 'સરસ્વતીચંદ્ર'સૌનું પ્રિય પુસ્તક.. તેનું રૂપાંતર ભારતની ધણી બધી 
ભાષામાં થયું હિન્દી ચલચિત્ર ખૂબ વખણાયું. નવીનચંદ્ર અને કુમુદસુંદરીની પ્રેમકથા એટલે સરસ્વતીચંદ્રનું સુંદર આલેખન. ચાર ભાગમાં લખાયેલી ભાગ ૧ માં બુધ્ધિધન નો કારભાર જ્યારે ભારતી રજવાડાની વાતો લખાઇ હતી. સત્તાની ખેંચતાણ ચાલી રહેલી તે સમયે નાયક સરસ્વતીચંદ્ર ને નવીનચંદ્ર તરીકે અને નાયિકા ને કુમુદસુંદરી તરીકે ઓલખ આપવામાં આવી છે. પ્રેમકથામાં ગૄહસ્થી અને સંન્યાસ ની વચ્ચે ઝૂલતો નાયક અને ભૌતિક પ્રેમનું બલિદાન આપી સમાજના ઉત્થાનનો માર્ગ અપનાવે છે. 
ગૄહ્ત્યાગ નું પણ આલેખન,. સંયુક્ત કુટુંબમાં કુમુદસુંદરીનું સરસ્વતીચંદ્ર સાથે વૈવિશાળ  ચિઠ્ઠીની-પ્રેમપત્રની આપલે થાય છે. યાદ આવ્યું ફૂલ તુમ્હૈ ભેજા હૈં ખતમે હા હા હા કેટલું સરસ તેનું વર્ણન સામે જવાબમાં ચંદનસા બદન ચંચંલ ચિતવન પણ વેવિશાળ રદ કરવામાં આવતાં છોડ દે સારી દુનિયા કિસીકે 
લીયે ભાગ ૨ માં ગુણોથી ભરપૂર આદર્શ ગૃહિણી નું નક્કી ત્યાંજ સામે વાળાના આદર્શને જોઈને કરવામાં આવે છે. લગ્ન પછી પ્રેમનું આબેહુબ વર્ણન સરળ ભાષામાં ચિતરાય છે.ને ચોથું ગીત
 મૈ તો ભૂલ ચલી બાબુલ કા દેશ પિયા કા ઘર પ્યારા લગે. એક એક થી ચઢિયાતા નિરાળા વ્યક્તિત્વની ને પાત્રોની પ્રેમની ને ગીતની ગુથવણી કરવામાં આવી છે. અસ્તુ 
હું કુમુદ...!!
આજે મન ખુબ ખુશ હતું તેઓ મને જોવા ધરે આવવાના હતા. હું કુમુદ, શરમાઈ ગયેલી બાજુમાં ઉભી તેમને જોતી બોલીઃ તમે કેમ કંઈ લેતા નથી ? 
તેઓ બોલ્યાઃ તમે ક્યા કંઈ ખબડાવો છો ? હુ આડુ જોઈને બોલીઃ લ્યો આ સફરજન ખાઓ. 
તે બોલી પડ્યાઃ આવી રીતે તો ભીખારીને પણ ભીખ કોઈ ના આપે.  એવું ના કહો કહી મેં એમના
હાથમાં સફરજન મૂકવા માંડ્યું ...જેવું મેં એમને આપ્યું તેમણે મને તેમની તરફ તાણી લીધી. તેમની તત્પરતામાં હું વિહવળ થઈ ગઈ. ત્યાં તો મારી બહેન ગ્લાસ લઈને પ્રવેશી. હું છૂટી શરમાતી રૂમની  બહાર દોડી ગઈ...થોડી મલકાઈ પણ ગઈ. એમણે પુસ્તિકા વાંચવાનો ડોળ કર્યો મારી બહેન મને જોઈ 
રહી. પછી બોલી ઃએમ કરો જીજાજી લો આ ઠંડુ ઠંડુ શરબત પીઓ.
મને બારણાના આરપાર ઝાંખા પડદામાંથી જોઈ રહેલા તેમણે મને ફૂલ ફેંકી ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો પણ તે મારી બાજુમાં સૂતેલ બહેન પર પડ્યું તેણે મારી તરફ તાત્કાલિક ફેંક્યું ને ઉંધવાનો ડોળ 
કર્યો. હું તેમની તરફ દોરાઈ.  ધીમેથી બોલી કોઈ સાંભળશે... દિવાના પાગલ કહેશે ક્યાંક થઈ તો નથી ગયા ને ? ને સરસ્વતી ચંદ્ર બોલ્યા થઈ પણ જાઉં તો મારો દોષ નથી.મારો પાલવ તેમણે પકડેલો ને હું શરમથી પાણી પાણી થતી પુલમાં સંતાતી મલકાતી તેમેને જોઈ રહી...તેમણે કીધું રૂકમણીનું હરણ 
થયેલ તેમ હું તને લઇ જવા તૈયાર છું. સરસ્વતીચંદ્ર ગાતા હતા... 
ચંદન સા બદન ચંચલ ચિતવન ધીરે સે તેરા યે મુસ્કાના, મુજે દોશ ન દેના જગવાલો હો જાંઉ અગર 
મૈં દિવાના...!!