શનિવાર, 26 જાન્યુઆરી, 2013

કવિતાનો કેકારવ.. ને હ્રદયના લેખ .....!!


ધબકતું મૌન મળે ને કવિતાનો કેકારવ અહીં
વિચાર મંથને ઉપજ્યું કાવ્ય ગુંજન છે અહીં

કવિના હસ્તાક્ષરે કાવ્યની પગલીઓ અહીં
ગુજરાતી સાહિત્ય ભંડોળનું રસપાન છે અહીં

શબ્દોનો "વિકાસ" મેહકાવે ઉપવન અહીં
માતૄવંદન સભર કલમે હ્રદયના લેખ અહીં

ચાલો સૌ મળી સહિયારૂં સર્જન કરીએ અહીં
અંતરની વાતો ને કલમે લૈ ભરીએ અહીં
---રેખાશુક્લ ૧/૨૬/૧૩