મંગળવાર, 14 જુલાઈ, 2020

બેબી શુઝ

નમસ્તે મિત્રો;
 "  બેબી શુઝ  " 
૨૧ દિવસ પછી પાછા ફરીને આવ્યા પછી પત્ની અંજુએ અમીત ને કીધું " સાંભળી લો હું થોડા દિવસ 
ભાઈ-ભાભી ને ત્યાં જઈને પાછી આવું ત્યાં સુધીમાં તમારા માતા-પિતાને ક્યાંક બીજે રહેવાની સગવડ 
કરી લેજો. અને એમ નહીં થાય તો મારી પાછા આવવાની રાહ ન જોતા." બિચારો અમીત ફાટી આંખે 
સાંભળીને અવાક થઈ ગયેલો. કાપો તો પણ લોહી ના નીકળે. એક મોટો નિઃસાસો નીકળી ગયો. એણે આખરે લખ્યું " ફોર સેલ બેબી શુઝ નેવર વોર્ન "
 - રેખા શુક્લ

નામ વગરની વાર્તા હું પાત્ર વગરની વાર્તા હું 
ભિંજાય છે ચાહના હું રસ્તે રઝળતી વાર્તા હું 
શબનમી ધૂપછાંવ હું રૂડાની એક પહેચાન હું 
ચંદ્ર્કળાની વાત હું મોરપીંછ નોખી ભાત હું 
હસતી મસ્તાની જાત હું અક્ષરાનંદી નાત હું
--- રેખા શુક્લ

શબ્દોના સાથિયા નથી આ હ્રદયની વાત છે
લોહીમાં ઝબોળી લખેલી લાગણીની વાત છે.

પેટ ભરવા એક નાર સૂઈ ગઈ ઉભી થઈ તો રોજગારી સૂઈ ગઈ
આવશે, એ આવશે એ આશમાં દ્વાર ખુલ્લા રાખી બારી સૂઇ ગઈ
'મારે કોઈની જરૂરત નહીં પડે' ઠાઠડીમાં એ ખુમારી સૂઈ ગઈ
રાત બહુ શરમાય છે ને એટલે રાત અંધારું પ્રસારી સૂઈ ગઈ
ભાર મારો ઝીલીને થાકી હશે જાગતો'તો હું પથારી સૂઈ ગઈ
--- મિત્ર રાઠોડ