સોમવાર, 26 જાન્યુઆરી, 2015

TIA Stroke


રોકાય નહીં તો શ્ટ્રોક થઈ ને ડોકટર ની ભાષા માં ભેળવી દેવાય...તમારું ધ્યાન રાખો કહી ને સલાહ સૂચન દઈ દેવાય..રોજ રોજ લોહી ઓછું થાય ...નસો તૂટે કે ખેંચાય તો તે ક્યાં દેખાય ?માત્ર અનુભવાય જ...કેહવાય ઘણું ઘણું તેને પ્રેમ કેહવાય બાકી ફરજ ને કરજ તો એક પક્ષે જ ગણાય. ફૂલ થઈ ને ભલે જન્મો પણ પથ્થર થઈ ને જીવતા શીખો તેને ડીપ્લોમેટીક કેહવાય ?
આંગળીથી પીલ બોક્સ માંથી પીલ્સ પણ ના નીકળે  તેને ઘડપણ કેહવાય....રોજ રોજ નર્સ આવી ને લોહી લઈ જાય કારણ કે શબને જીવાડવાના છે કે બીલ ના ચાર્જ વધારાય ? 
સગા આપે શૉક તો તેને મીની સ્ટ્રોક ના કેહવાય ? બંધન થઈ ને વળગે વ્હાલ તો તેને શું કેહવાય ? વિચારે ચડેલી રેવતી ને દિકરે એ જાણે અચાનક જગાડી "શું વિચારો છો મમ્મી?" "નાના જ રહો બેટા" કહી ને રેવતી પડખું ફરી ગઈ ! "સૂપ ને સલાડ ખાઈશું ને ચાલો હમણાં ડોકટર આવશે તપાસવા મમ્મી થોડી વાર આ લોબી માં તો આંટો મારી આવીએ ..."
બોક્સ માં જીવો તેને ઘર નું નામ દેવાય...બહાર ના બોક્સ ને વર્ક પ્લેસ-શોપિંગ સેંટર-મૂવી થીયેટર કેહવાય ...બિમાર નુ બોક્સ તેને હોસ્પીટલ કેહવાય...છેલ્લા બોક્સ ને કોફીન કેહવાય !
હવે બોક્સ માં ગૂંગળામણ અનુભવાય છે...ફરી એજ વિચારો ...સામે ઉભી કરતી છોકરી ને જોતા "થેંક્યુ" કહી ચૂપચાપ સૂપ-સલાડ પતાવે છે...કારણ કોઈ ને જણાવાનું નથી શું શું થાય છે.
બાજુમાં થી ગોકળગાય જેવું કઈક ઉડ્યું...ચળક્યું તે લાઈટનીંગ બગ હશે...ઓહ આ બરફ ક્યારે પડ્યો ને કેટલા દિવસ થયા હશે મને અહીં આવ્યા ને? કાં તો બધું સરખું કરી દે ભગવાન કાં તો મારી જાત ને પણ ભૂલાવી દે. 
---રેખા શુક્લ