શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2017

શુભચોઘડિયાં સંગ આવી લો દિવાળી !!


ભાતભાતની રંગોળીને દીવડીઓ લઈ આવી ગઈ લો દિવાળી
સુંવાળી-મઠીયાં-ઘૂઘરા-ફટાકડા લઈ આવી ગઈ લો દિવાળી

રૂમઝૂમ કરતી સખીઓની જોડી લઈ આવી ગઈ લો દિવાળી
વાઘ બારશ- ધનતેરસ ને કાળી ચૌદશની સખી તો દિવાળી

મોંઘેરા ભૈલાને મળવા કાજ ભાઈબીજ છે લાવી લો દિવાળી
નૂતન વરસના નવલાં પર્વે આનંદ અનેરો લાવી લો દિવાળી

ભક્તિ-પૂજા-શક્તિ-અર્ચના, આશા-મહેરછા લાવી લો દિવાળી
ભાઈચારો ને મિત્રતાના કોમળભાવે પ્રાંગણે આવી લો દિવાળી

કરો ચોપડા પૂજન સૌભાગ્ય પંચમી લાવીને લો આવી દિવાળી
કારતક માસ પ્રારંભ વિક્રમ સંવત ૨૦૭૪ નૂતનવર્ષારંભી દિવાળી 
---રેખા શુક્લ