શુક્રવાર, 27 માર્ચ, 2015

સુઝી નો જીમી


બરફ જોઈ ને કૂદાકૂદ કરતો જીમી ભાગે ને સુઝી એને ભાગવા પણ દે. ટપટપ ટપકતાં સ્નોફ્લેક્સ ને ઉંચે જોઈને ગેલ માં આવી જાય. જીમી ભીનો થઈ જાય ને આખું શરીર ખંખેરી પાછો રમે.સુઝી ને જુવે, બહાર રમતા બાળકો ને જુવે ...ડાળીએ બાઝેલા સ્નો ને જુવે..એવરગ્રીન બુસીઝ માંથી બરફનું ગચ્યું ખર્યું ને જીમી બી ગયો ને સુઝી ખડખડાટ હસી પડી...ધીમે ધીમે સ્નો હવે મેલ્ટ થઈ રહ્યો છે તે જીમી ને સુઝી બન્ને એ બારી માંથી જોયું... ફરી એજ બુસીઝ્માં કઈ સળવળાટ થતો જોયો..કુતુહુલતા પૂર્વક જીમી જોતો હતો એક સસલું ડોકિયું કરી ને પાછું સંતાઈ ગયું વિકેન્ડમાં અંકલ આન્ટીને ત્યાં જવાનું થયું ત્યાં તો ટોમી સાથે ખૂબ ભાગંભાગ કરી. હવે થોડી કૂંપણો ને ભીનું ભીનું ઘાંસ ચોતરફ દેખાય છે...જીમી કૂતુહુલતા વશ આમ થી તેમ ડોકુ હલાવી બધે જુવે છે..વિન્ડી છે તેમાં તેના વાળ ઉડી રહ્યા છે પણ એ હવા ને ક્યારેક આંખો બંધ કરીને માણી રહ્યો છે. બાજુમાં સુઝી બેઠી છે તેની નજર ટુલીપ્સ ની ઉગતી કૂંપણ પર પડે છે...ફાઈનલી ફ્લાવર્સ ...ત્યાં તો જીમી ભાગ્યો સામે વાળાની બુસીઝ માંથી ડોકિયું કરેલું સ્કંકે તેની પાછળ....સુઝી ચિલ્લાઈ જીમી નો...જીમી નો...જીમી સ્ટોપ...જીમી કમ બેક...આમાં સ્કંક ગયું ગભરાઈ નેજીમી ની આંખમાં સ્પ્રે કરી ગયું...જીમી ની આંખો લાલ લાલ થઈ ગઈ ને સ્કંક ની સ્મેલ એટલે ટોમોટો જયુસ થી નવડાવ્યો..આખુ ઘર હજુ સ્મેલ થી ગંંધાય છે...જીમી ની આંખો ધોઈ ધોઈને સુઝી હજુ દાંટતી રહે છે...આઈ સેઈડ નો ટુ યુ ..!! નાઉ લુક એન્ડ લીસન નો મીન્સ નો ! જીમી એની પીંક આઈઝ થી સુઝી સામે જુવે છે ને પવનના વાયરે ઉડતા વરસાદના બુંદો બારીના કાચ પરથી સરે છે તેને કુતુહુલતા થી જુવે છે...યસ જીમી ઇટ્સ રેઈનીંગ વી આર નોટ ગોઈંગ આઉટ ટુ ડૅ..!! કહી તેને પંપાળે છે...સુઝી એની બુક વાંચે છે ને જીમી ને પંપાળતી રહે છે. 
---રેખા શુકલ 

મંગળવાર, 24 માર્ચ, 2015

કરું છું યાદ


વળાંક પર સ્થગિત ક્ષણ ને કરું છું યાદ
સમયનો ભેજ નહીં, રૂવે આંખો કરીને યાદ

સંબંધના તણાવની તિરાડોમાં ભરું છું યાદ
પૂરી ને સ્મિત ની ભેટ, રૂવે દિલ કરીને યાદ

ઇર્ષા કરે છે બરફ અહીંની વસંત કરી યાદ
અરે એટલે જ તો તેની રાહમાં ઝંખુ છું યાદ
----રેખા શુક્લ ૦૩/૨૪/૧૫

આયખું માળખું


સભાન સ્વપ્નું હાથ લંબાવી સમજાવે સાનમાં...
સોના મહોરું જોઈ દંગ લોગ છ્ળી ગયા ને ....
બિંબોની સાથે બિંબ માયાજાળમાં ભળી ગયા....
કાંકરિયાળા ઢોળાવે હળવે ખુલ્લા દાઝતા પગમાં
ધડબડ ધડબડ આમેય તો ગબડવાનું ઢાળમાં ને
ગતિનો મંત્ર ગોખવાનો, ક્ષિતિજ બહોળી ભાસમાં
આયખું માળખું, ઝૂલતો ઝૂલો સમાયો આંખમાં ને
---રેખા શુક્લ

અરેરે ફસ્યું...!!


પાષાણો થકી પર જઈ પરમ ને જો અડકી શકું
ગોરંભાયેલું પજવ્યા કરે શરમ ને શે છોડી શકું

પીધો ને પાયો પરસ્પર કસુંબી જામ માણી શકું
સ્નેહનો કોરોય એકેય હર્ફ બોલી ને શે માણી શકું

માછી ના નસીબ સમ જાળમાં ખાલીપણું ફસ્યું
ધૂળધાણી સ્વપ્ન ના જાળમાં અરેરે ઝીલી શકું
----રેખા શુક્લ

સોમવાર, 23 માર્ચ, 2015

પ્યાર કબ કરોગે??


અજવાળું શોધે અંધારાનું સરનામું પ્યાર કબ કરોગે??
શૂળો ભણે છે નહી તો ક્યાંક ફૂલોની જ નિશાળમાં ??
કલશોર થી ફળિયું જગાડે ભાન પ્યાર કબ કરોગે??
ટોડલે બેઠો મોરલિયો લે એની હવે શું ભાળ આપુ ??

ટહુકો ના મળે છે ડાળમાં આંગણાની કાં વેલ આપું??
નથી પંચભૂતોનું ક્ષુદ્ર તું જાણે શું છે માત્ર માળખું ??
આવી આવી ને થોક હિંચકા હવે બાંધશે પંખીડા??
જાહોજલાલી ની ટંકશાળ કહો રે ભાઈ માયાજાળમાં ?
તડકો આપણે ભર્યો હતો ને યાદ કર ફાટેલ ચાળમાં??
આટલા વરસો પછી યે ચૂમ્યો પાછો હથેળીની કુમાશમાં?
---રેખા શુક્લ

બુધવાર, 11 માર્ચ, 2015

સૂરજ


ઉમરકૈદ મિલી સાંસો કો ઉપર સે ઝુલતા શરીર
ગભરાતા સૂરજ પાસ આતે ઉપર સે જલતા શરીર
---રેખા શુક્લ
उमरकैद मिली सांसो को उपर से झुलता शरीर
गभराता सूरज पास आते उपर से जलता शरीर
---रेखा शुक्ला

વસંત

પંખી વિનાના માળા સુકી ડાળીએ
સુકી ગુલાબ ની કળીઓ માં રંગ તું ભરી જા રે વસંત
સફેદ ચાદર ઉઠી રહી...
 ----રેખા શુકલ

ધીરે ધીરે ચગળું
યાદ
માણું  મજાની જિંદગી
----રેખા શુકલ

રવિવાર, 8 માર્ચ, 2015

મોરી સતરંગી રે


હલકા ફૂલકાં રંગમાં ભીની 
ચોળી રતુંબડી લાલ મોરી
ખનખન રણકી કોરી પાની
સતરંગી રે પાયલિયા મોરી 
----રેખા શુક્લ

સોમવાર, 2 માર્ચ, 2015

મશગુલ છે

સંબંધ તારલા ટિમટિમાતા 
વળતા લળીને વ્હાલ કરતા
---રેખા શુક્લ
ઇરછાઓએ કરેલી જિંદગીની નિલામી જોઈ છે
સુખદુ;ખના ચક્કરમાં શ્વાસોની ગુલામી જોઈ છે
--- મિતુલ પટેલ 'અભણ' 
કુદરતે સૂરજ ને માત્ર આંખો આપી છે ને ચાંદ ને માત્ર હ્રદય !!
---હરીશ જગતિયા

મોઢાં મલકતા ને હૈયા હોય દાઝંતાં
પ્રભુ ની પાસે જઈ રૂએ આ ધરા !!
ઓલી વાદળી દે સખી થઈ સાથ રે
પ્રભુ ની પાસે જઈ રૂએ આ ઘરા !!
----રેખા શુક્લ
નૄત્ય કરાવે જીન્દગી એના તાન માં મશગુલ છે
ક્યારેક અક્ષરે ખીલે ક્યારેક ખુશ્બુ માં મશગુલ છે
----રેખા શુક્લ