ગુરુવાર, 1 નવેમ્બર, 2012

प्रक्रुति...


ફરી કોઇની ચિસ મૌન બની છે આજ 
ફરી કોઈના બેબાળકા સ્વપ્ના છે આજ
--રેખા શુક્લ

સફેદ પારેવડું....


પાનખરમાં ટહુકા દે તો સંબંધમાં મ્હાલું
લાગણી ના આંગણે હિંચકે હળવું ઝુલું..
કાગળે અક્ષરો મરોડી વ્હાલ કરે તે જાણું
શ્વાસ-શ્વાસે રોમે રોમ કર ઉભા તે જાણું
પરિણીતા નું પરબીડિયું રૂદન કરે જાણું
સંબંધનું સફેદ પારેવડું રૂપલે મઢેલ જાણું
---રેખા શુક્લ

સમજ

સવાલાત ભીની બુંદો ની હતી
બગાવત મૌન યાદો ની હતી
હાલાત દિલની નાજુક અડી હતી
કરામત પ્રતિક્ષાની કળી હતી
સલામત ખુશ્બુ મા-ભોમ હતી
જજબાતમાં ચીંમળાયેલ સમજ હતી
---રેખા શુક્લ

આંખે કાવ્ય પ્રીતના...

આંખે કાવ્ય પ્રીતના...
ભરી રંગોળી ખાંપુ ફુલ માં
લે દંઉ દિલ ની ધડકન ચરણમાં
કટકે ભરે ભાડુ શ્વાસ અંગમાં
ઉછીના પણ લે ધરું  શરણમાં
નૈન સિવાય અર્પણ બધું તુજમાં
ખા કસમ નહીં તો આવ નયનમાં
--રેખા શુક્લ

ખુશીયા

રિશ્તોં કી સુર્ખ તન્હાઈયા
ભીડમૈં રુખ સિસકિયાં
અજ્નબી મહેરબાનીયા
ખોઇ ખોઇ રૂઠી ખુશીયા
--રેખા શુક્લ