બુધવાર, 22 જાન્યુઆરી, 2014

આસમાને થી ધધુડો....


આસમાને થી ધધુડો મુજ પર ઝરમર ઝરમર વરસો
કુણુ મુજ હૈયડું ભીંજે શ્રી રામ-સીતા થઈ ને વરસો !!
----રેખા શુક્લ           તડકે તડપી આહ થી ઠરી 
           છાની છિપલી વાહ થી ડરી
           કાંગરી જોવા માછલી ફરી 
           મોતી ગળી પાતળી સરી 
                   ---રેખા શુક્લ

નંદલાલ

મોરા ઘુંઘટા નજરીયોં સે ખોલ  ગયો રે....
મોહે  પનઘટપે નંદલાલ છેડ ગયો રે...
મોરી નજુક કલૈયા મરોડ ગયો રે...

બાદલકે છતસે બહારોકી ચાદર ઢલે
સિતારોકે આંચલ તલે દો ફુલ ખિલે
દિલ ચોર હો જરા શોર હો હવા ચલે
સૂરજ આયે રાતકો શરારત કર મિલે
ઐસે મિલે ખુદા ખુદ ઇશ્ક આ કે મિલે
---રેખા શુક્લ

લઈ કૃષ્ણ ને કાંખમાં


ખૂણામાં કોક્ડું વાળી ને બેઠેલી  મુક મુર્તિ
રમ્ય દ્રશ્યમાં રૂવે ગુમસુમ આંખો પ્યારી 
---રેખા શુક્લ

લઈ કૃષ્ણ ને કાંખમાં ને મહેશ આંખમાં
ખરે અશ્રુબુંદ માં સરી શમણાં પાંખમાં 
---રેખા શુક્લ

દિવસો જશે ભૂલાઈને વાતો થશે જ્યાં યાદ 
વારો પલકના ઝોકાને સૂનો થશે જ્યાં સાદ
--રેખા શુક્લ


વીણીને લાવેલા ફુલ તે મારી ચાલ્યા ની નિશાની છે
મળેલા મા'ણા ના મણકા થકી કવિતાની નિશાની છે 
..રેખા શુક્લ

વક્ત ના પડદા પર કંડારાઈ એક છબી
ને પડે બીજા પડછાયા ઘડી બે ઘડી !!
---રેખા શુક્લ

મોરલાની ભેળે હું વાતે ચડી ગઈ
વાવી સપના બરફમાં મહેંકી ગઈ
....રેખા શુક્લ