સોમવાર, 17 જૂન, 2013

પ્રભુતાના પગલે મોરલો ઝરમરિયા વરસાદમાં....

પ્રભુતાના પગલે મોરલો ટહુક્યા કરે; 
અર્ચન પ્રિતનો; પ્રસાદ ધર્યા કરે; 
સ્પંદન પ્રયુત્તરે આશિષ મહેંક્યા કરે; 
ભળે આસ્વાદે સ્મરણું રણક્યા કરે
----રેખા શુક્લ

ઉગે યાદો ચણતા ચણતા;શમણું રોપાયું નયન માં...
છત્રી વાસી ઇરછા ખોલું; ઝરમરિયા વરસાદમાં....
----રેખા શુક્લ

વરસે ઇશ્વર

વરસે ઇશ્વર થઈ મોંજા લઈ હૈયામાં; 
મોજીલું મોંજુ થઈ રેતી ના ચરણોમાં; 
કીડી ઝડપે અંતર કાપે આવીને યાદોમાં; 
ફુટપટ્ટીયું અંતર માપે કાંપતા અધર માં
----રેખા શુક્લ

ઓરૂં મુજ નું વ્હાલ

મારા જગમા તારા સુધી વરસે વ્હાલ; 
મારા પગલા તારા સુધી તરસે વ્હાલ;
શબ્દનું મૌન વહે તારા સુધી સ્પર્શી વ્હાલ; 
શ્વાસ છળે ચૈન સુધી હળવા ફુલ પગલે વ્હાલ;
દળવા ઓરૂં મુજ નું વ્હાલ રોજ પ્રેમ કરશે વ્હાલ
----રેખા શુક્લ

કૄષ્ણ..કૄષ્ણ

અસવાર સુર્ય આવે જાય સાંજ ને સવાર; 
ભીની ભીની થાય રહે સાંજ ને સવાર; 
વાર કાપતો સમય ને રહે સાંજ ને સવાર; 
થડકાર દિલ નો જાગતો સાંજ ને સવાર; 
પળવાર કૄષ્ણ લાગતો સાંજ ને સવાર
----રેખા શુક્લ

અવાજ શ્યાહી થઈ રોજને ખરડાય છે

આ કેવો તે શહેર નો વિચિત્ર ન્યાય છે?
બેઠાં બેઠાં કેમિક્લ્સ ભરખે તે ન્યાય છે?

તારા શહેરમાં પણ શું આવું કૈં થાય છે?
ઘરમાંથી બહાર આવતા થાકી જવાય છે?

ગુંચવાયેલા હવા તિમિર ને જોઈ વાય છે?
દરરોજ મારી આંખમાં કાં મેળો ભરાય છે?

કોનો અવાજ શ્યાહી થઈ રોજને ખરડાય છે?
ઝાંખા ઝાંખા મા'ણા નજરે હૈયે ભરડાય છે?
----રેખા શુક્લ