ગુરુવાર, 6 જૂન, 2013

ચોપડી જ્ઞાનની રજાઈ.....

ચોપડીવાળા દાદા-દાદી
ભુલકાંઓની પુસ્તક્પ્રીતિ
શબ્દ ની સોય સુરના દોરા
 ને જ્ઞાનની રજાઈ
----રેખા શુક્લ

મૌન તારું તુટે છે !
ઇરછા નગરે ઝુરે છે
...રેખા શુક્લ

ના કરવાનું કરાવે આ લાગણી ખુબ સતાવે છે
ઓઢી લાગણીની ચાદર તો કબર સુધી તણાઈ છે...! 
....રેખા શુક્લ

વાસંતી...

વાંકડિયા તુજ વાળ ની લટો માં ફેરવતી હાથ... લાગે મુજ નો કાનુડો...વ્હાલો મુજ ને કાનુડો
---રેખા શુક્લ

તું મારા સ્પર્શ નો દિવો ને હું ખુશ્બુ કપુરી
--રેખા શુક્લ

ભક્તિરસ અનોખુબંધન; ફ્રેંડશીપ વાસંતી સરગમ..!! 
-રેખા શુક્લ

વિધિને રચી  ઐસી તસ્વીર; 
યાદોંકી ગઠરિયાં ના દુષ્વાર.
..રેખા શુક્લ

મૌન તપસ્યા કરને લગે અગ્નીપરિક્ષા લેને
...રેખા શુક્લ

ભાડાનું ઘર આ શરીર...હા અપ્ને ઘર કી મેહમાન હું ના કિસિ કે માથે કી લકીર હું....!!
-રેખા શુક્લ

કાંડુ મરડી ક્રુષ્ણ જગાડે..!!

કમખે ખોસી ઓઢણી ને ચોટલે ગુંથઈ વેણી; 
પગમાં મોજડી પાયલ સંગે ગાગર લઈ ગઈ પનધટે; 
ઘડી-બેઘડી આવ્યા 'એ જી' .........!
સહિયરું પજવે ચુંટી ને સાહ્યબો રિઝવશે લુંટી ને; 
ખુલ્લી આંખે ટાંગુ ડાંગ ને ડગલી લઈ ખીંટીએ ;
આવી પાછી વળગી પડે ઝગમગ થરથર ચુંદડીએ; 
જીદ કરીને બાંધ્યા કેશ તોય લટો કરતી તંગ; 
વિજળી જેવી નજર ચમકે ભીંજી તસ્વીર જ્યારે ગળે લાગે;
આંખો બંધ કરીને  ડોક લાંબી ઉંચી કરે; 
બળતા પગે ઉભી તેનું ભાન ના રહે ;
ને સુર્ય વાદળીનો છાંયો કરે............કાંડુ મરડી ક્રુષ્ણ જગાડે..!!
..રેખા શુક્લ

ગોરી....ગોરી..!!

ઓરી મોરી આવ તું ગોરી
કામણગારી ચાલ તું ગોરી
સપ્તરંગોકી ચુનર તું ગોરી
મારણ નૈન કટાર તું ગોરી
ઝાલણ બૈયા ચૈન તું ગોરી
ભારણ નૈયા લે પાર તું ગોરી
તારણ ગગર ઉતાર તું ગોરી
ઘેલી મોરી વસંત તું ગોરી !
--રેખા શુક્લ