મંગળવાર, 19 માર્ચ, 2013

ગુલાબી ચકલીયું.....!!!


ચકલીયું રોજરોજ ચીં ચીં કરે છે.......
સાવ ગુલાબી આંખો સાવ ખૂલેલી ....
ચકલીયું રોજરોજ ચીં ચીં કરે છે........
અક્ષરની મલપતી અટારી એ....
 ન્હાના એક કુંડે....
ડાળીએ ડાળીએ ફુંટી કૂંપણુ ં ને....
પર્ણ ને આવે વ્હાલ.....
ગુલાબી સુગંધી અડપલું ફુલનું.....
સ્મિત ને લાવે ફાલ......
ભમરાં નું ગુનગુન....જુવે ફુલને
લળીલળી વળગે પતંગિયુ  
ટગર-ટગર કલગીએ....
ખડખડાટ હીંચકે હસતું બાળ
---રેખા શુક્લ