શનિવાર, 4 ઑગસ્ટ, 2012

આ અબોલા એટલે... Julgalbandhi

અધૂરાં છ મહિનાના મુલાયમ સંબંધમાં આપણે 

પૂરાં છત્રીસ વખત થયેલા ધારદાર અબોલા..... :)
-Saket Dave...

અને એ અબોલામાથી પરિણમેલુ આપણુ અજોડ એકબીજાપણુ !
આખીયે રાતની આગોશમાં આંખ અને ઝોંકા વચ્ચે થીજી ગયેલી એક ક્ષણ....

આપણા આ અબોલાનો સંબંધ એટલે....
ફોન ની બંને બાજુ શાંતિ ને વચ્ચે ગૂંચવાયેલો શબ્દો નો એક મારક સુસવાટો....

આપણા આ અબોલાનો સંબંધ એટલે....
પાંખ અને પીંછા વચ્ચે આજ છૂટેલું એક અધૂરું પ્રકરણ...

આપણા આ અબોલાનો સંબંધ એટલે....
ગોફણ અને ગીલ્લોલ વચ્ચેની હવાનું નાજુક આવરણ….

અરે ના ના, આ તો સમયનું લપસી ગયેલું એક ભીનું ઝરણ છે
આવ...ના તડપાવ...

ફેલાય છે અગન સ્વપ્ના બની પાંપણ ના કિનારે..
વિરહની આગમા જલતો ઉભો છુ પ્રતિક્ષાના સહારે

આ અબોલા એટલે...
એકને રેઢું મૂકી સ્હેજ આગળ નીકળી ગયેલું બીજું ચરણ...
હોઠ અને લાગણી વચ્ચે અટકી પડેલું એક પેલું અવતરણ...

આપણો આ અબોલાનો સંબંધ એટલે...........
સજળ આંખોમાં સંતાડેલો જડ સ્થિર સ્નેહ

આપણા આ અબોલા નો સંબંધ ઍટલે
આંખોમા છુપાયેલી લાગણીઓનો રણકાર.......

આ અબોલા ઍટલે
જિંદગીની તેજ રફતારમા હારી ચૂકેલા વિશ્વાસ અને લાગણીનુ દમન........

આ અબોલા એટલે હૈયા ને દિલોદિમાગ નો પ્રાસ...
પણ ... બસ અહીયા શબ્દોનો થઈ ગયો કારાવાસ

આપણો આ અબોલાનો સંબંધ એટલે........
શ્વાસ અને જીવ વચ્ચે રહી વસી ગયેલું મૃદુ આવરણ....

આ અબોલાનો સંબંધ પણ અજીબ
પળે પલ લેવાતી તારી કાળજીનો તારી સામે કરાયેલો ઈન્કાર

આપણા આ અબોલાનો સંબંધ એટલે...
ધારદાર શબ્દ બાણનું ભાથું મૂકી ને પણચ ચઢાવેલા ધનુષ ના અંગુઠા ને આંગળી નો સ્પર્શ....

આ અબોલા એટલે પ્રીતનુ ધસમસતુ ઝરણુ...
ઓળઘોળ મોજાંઓમા માયાવી શબ્દોનુ તરણુ..
મારા મન ના દરવાજા માં તાળું વાસેલું
આ તાળાને ખોલવા માટે ચાવી આપેલી
તેવીજ રીતે જીંદગી એ આપ્યું છે ઘડતર
શ્વાસ જો અબોલા લે તો અટકી જાય જીવતર....
આ આપણો અબોલાનો સંબંધ એટલે
એક જ સેજ પર પડખું ફેરવીને સુતેલા હું ને તું..

આ આપણો અબોલાનો સંબંધ એટલે
કોણ પેહલ કરશે મૌન તોડવાની ?રાહ જોઇને બેઠેલા હું ને તું

આ આપણો અબોલાનો સંબંધ એટલે
મારી આંખેથી ચોધાર આંસુઓની નિરંતર વેહતી નદી 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો