વીણો હ્રદયના ટુકડા કવિતાનુ બનવાનું ,
અને શબ્દોનું લોહી ટપક -ટપક સરી જવાનું,
મળે ટુક્ડે ટુકડે મા.....નવી બની જવાનું,
લાગે કે સંગે ભગવાન જ ભળી જવાનું
શું કવિતાનું સ્પંદને સજે સગપણનું
કે કવિતાની કેડીનું ગાંડપણ વગોવાનૂં,
કવિતાની સાંકડી શેરીએ રમવાનું,
વાંકડીયા વાળ નું સુંવાળુ સ્પર્શવાનું,
વક્ષ ચઢાણ ને ઉતરાણ ઉદર પ્રિયતમાનું
મુંઝાવી દે ગુંગળાવી દે શ્વાસ કવિતાનું,
ચાહકનું ચુંબન ને આશિકોનું બિછાનું,
લૈ ઢળે ખભે માથું એ કવિતાનું,
સુગંધ શબ્દ-પુષ્પોની ને માણું હેત હૈયાનું,
કદી શીતળ હવાનું ઝોકું વ્હાલું વ્હાલ ઘડી નું
વ્હાલ "મા"ના સ્તનનું ..
દુધધારા પાન કવિતાનું,
ચઢે નશો શરાબીનું ઝુમતું મયખાનું,
ચબુતરે પાણીયારું કાંગરિયાળું કવિતાનું,
શબ્દોનું ચણ ને "ઘુ" "ઘુ" પારેવડાનું,
ખર્યા પેહલા ખીલી ને ગુલાબનું મહેંકવાનું
ગડગડાટ વિજળી એ ઝરમર ઝરમર વરસવાનું,
વ્યથા વ્યાધિનું બયાન કવિતાનું,
વળગણ, ગળપણ ને તારણ કવિતાનું ,
પાંગળી પરવશતાનું સમાધાન જીરવાનું,
કળતરે, બળતણને બંધાણ કવિતાનું,
જીવ્યા શ્વાસે લેને કફન પણ કવિતાનું,
લૈ લૈ કચડેલા ભુકકા હાડકાં ,
આ માંસના લોચાનું પછી શું કરવાનું,
નિયમો સિધ્ધાંતો ને પંથે -પંથે
રાખજોને સાક્ષર નું એક કવિતા બનવાનું.....!!
----રેખા શુક્લ-07/23/12
અને શબ્દોનું લોહી ટપક -ટપક સરી જવાનું,
મળે ટુક્ડે ટુકડે મા.....નવી બની જવાનું,
લાગે કે સંગે ભગવાન જ ભળી જવાનું
શું કવિતાનું સ્પંદને સજે સગપણનું
કે કવિતાની કેડીનું ગાંડપણ વગોવાનૂં,
કવિતાની સાંકડી શેરીએ રમવાનું,
વાંકડીયા વાળ નું સુંવાળુ સ્પર્શવાનું,
વક્ષ ચઢાણ ને ઉતરાણ ઉદર પ્રિયતમાનું
મુંઝાવી દે ગુંગળાવી દે શ્વાસ કવિતાનું,
ચાહકનું ચુંબન ને આશિકોનું બિછાનું,
લૈ ઢળે ખભે માથું એ કવિતાનું,
સુગંધ શબ્દ-પુષ્પોની ને માણું હેત હૈયાનું,
કદી શીતળ હવાનું ઝોકું વ્હાલું વ્હાલ ઘડી નું
વ્હાલ "મા"ના સ્તનનું ..
દુધધારા પાન કવિતાનું,
ચઢે નશો શરાબીનું ઝુમતું મયખાનું,
ચબુતરે પાણીયારું કાંગરિયાળું કવિતાનું,
શબ્દોનું ચણ ને "ઘુ" "ઘુ" પારેવડાનું,
ખર્યા પેહલા ખીલી ને ગુલાબનું મહેંકવાનું
ગડગડાટ વિજળી એ ઝરમર ઝરમર વરસવાનું,
વ્યથા વ્યાધિનું બયાન કવિતાનું,
વળગણ, ગળપણ ને તારણ કવિતાનું ,
પાંગળી પરવશતાનું સમાધાન જીરવાનું,
કળતરે, બળતણને બંધાણ કવિતાનું,
જીવ્યા શ્વાસે લેને કફન પણ કવિતાનું,
લૈ લૈ કચડેલા ભુકકા હાડકાં ,
આ માંસના લોચાનું પછી શું કરવાનું,
નિયમો સિધ્ધાંતો ને પંથે -પંથે
રાખજોને સાક્ષર નું એક કવિતા બનવાનું.....!!
----રેખા શુક્લ-07/23/12
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો