શનિવાર, 4 ઑગસ્ટ, 2012

ન્યાયી ને સાચા મોટા...


ગુરછો પાડી અરિસો રાખી બીજી ને તાંકતા રહ્યા
હાથમાં રૂપાળી રાખીને ચોપડીએ શોધતા રહ્યા
બીજાને ખરાબ દેખાડી ને જે સારા થતા રહ્યા
અડપલા કરવા મળે ઘણાને દીકરી માનતા રહ્યા
સાથ દીધા વગરની શીખામણ આપતા રહ્યા
સાચા સંબંધો પડતા મુકી મિત્રોને ચાહતા રહ્યા
સંતો ને સન્માન દેવા મુકી ધોળીયા પર મરતા રહ્યા
વખાણ તમારા ગમે તમને બીજાને છેડતા રહ્યા
છંછેડવા ને ટીખણી માટે તમે ઉશ્કેરતા રહ્યા
શબ્દોની રમત રમી તીખા વેણથી વિંધતા રહ્યા
બાળપણ-ભોળપણ-લાગણી ઠુકરાવતા રહ્યા
રડાવી તમે હસ્યા, માન આપીને અમે નમતા રહ્યા
કહેવાતા 'તા ન્યાયી ને સાચા મોટા લોકો રહ્યા
અમેં તો ભેંસ આગળ ભાગવત સંભળાવતા રહ્યા
જીવન મ્રુત્યુ ઉપરવાળો જાણે તમે ભગવાન થતા રહ્યા
-રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો