રવિવાર, 21 ઑક્ટોબર, 2012

જાન ગઈ જાન લઈ સુના માંડવડે...!!


જાન ગઈ જાન લઈ સુના માંડવડે....
બારી ની બબલી હાથ હલાવી ચાલી સાસરિયે....
ફૂટે અંકુર ઉર્મિનો...કુણા કુણા પર્ણ લાગણીના...
વ્હાલપના પુષ્પોની ભેંટ દંઉ મ્હાલવા....
સ્પંદનો ની વાંછટ તુજ ને દંઉ આશિષમાં...
સગપણના છોડને બેટા ફાલવા તુ દેજે...
લાડખજાનો દઇ અમે તાકતા શું રહ્યા...
દેશ ની મારી તું પરદેશે વ્હાલથી રેહજે...
બાંધ્યા નવા સંબંધો તેમાં ભીંજવા તુ દેજે
--રેખા શુક્લ ૧૦/૨૧/૧૨

6 ટિપ્પણીઓ:

  1. For My Chitra...અહીં તો રોજ ને રોજ તુ ં આવે છે તોયે મને કેમ તું યાદ આવે છે?-રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો
  2. કંકુમાં પાણી પડે ને અસ્તિત્વ ને શોભાવે તેટલે પ્રેમ
    જગત અને માનવ જીવે ચિત્તની અનોખી વ્રૂત્તિ નો પ્રેમ
    છટકણાં સૌંદર્યને પકડે પ્રેરણા લઈ સ્ફુર્તિ નો પ્રેમ
    -----રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો
  3. સપ્તપદીના

    પાવન મંત્રે

    પગલાં પાડે ધીમા!

    કોડ ભરેલી

    નવયૌવના!

    જવાબ આપોકાઢી નાખો
  4. ખુશીના સ્નેપશોટને મઢાવી લઈએ ચાલને
    કાવ્યદ્રશ્ટી એ શબ્દકોષને બાયફોકલ કર ચાલ ને
    આ હ્રદય પણ કેવું અકબંધ છે પડ્યું જોને
    કંઇક એવું ધમધોખાર દોડતું કર ચાલ ને
    ----રેખા શુક્લ ૧૨/૨૯/૧૨

    જવાબ આપોકાઢી નાખો
  5. રોજ ઉગે અવસર તિથિ તોરણ ચિટકી કંકોત્રી લખાઈ કુળદેવી કાજ જોને......

    જવાબ આપોકાઢી નાખો
  6. આંગણે આવીને ઉભું પર્વ છે

    આમ પોતીકા ગણો તો સર્વ છે

    આંગણી એકાદ જો પીંછુ બને

    કંઠ પણ જો ગાય તો ગંધર્વ છે

    જેને કારણ એ અહીં બેસી રહ્યાં

    એ ગઝલનું નામ હવે થી ગર્વ છે

    જવાબ આપોકાઢી નાખો