બુધવાર, 10 ઑક્ટોબર, 2012

-બા નું વ્હાલુ ભજન

સાંજ પડે ગૌ ચારી આવ્યા મુખ ગયા કરમાઈ 
અંગ તો ઉઘાડા દિસે ઝુલણી કયાં વિસારી?
જળ જમુનામાં ઝીલવા ગ્યા'તા ઝુલણી ઉતારી
ગોપ તો પાણીંડા ચાલી ગોકુળ ની વ્રજનારી
રુવે રુવે ને વ્હાલો રૂદન કરે વ્હાલો માખણીયાં ન ખાયે
ઝુલણી કારણ કાનજી ચૌદભુવનમાં ખોયા
સોના કેરી સુંઇ મંગાવો સાવ સોના ના ધાગા
રામલા દરજી સીવી લાવો મારા ક્રુષ્ણકુંવર ના વાઘા
માતા જશોદા ને ઉછરંગ આવ્યા ખોળામાં બેસાડ્યા
નરસૈયાં ના સ્વામીને હેત કરી ઝુલાવ્યા
તન ના ત્રિકમજી...મનના મોહનજી
રાય રણછોડજી..સુંદર શ્યામજી ઝુલણી વિસારી આવ્યા
સંધ્યામાની ઝુલણીને જે પ્રેમ ધરીને ગાશે
પાપ સઘળા પ્રલયે થાશે સહેજે વૈકુંઠ જાશે
---------બા નું વ્હાલુ ભજન ૧૦/૧૦/૧૨

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો