બુધવાર, 31 ઑક્ટોબર, 2012

શોભાવે....


કંકુમાં પાણી પડે ને અસ્તિત્વ ને શોભાવે તેટલે પ્રેમ
જગત અને માનવ જીવે ચિત્તની અનોખી વ્રૂત્તિ નો પ્રેમ
છટકણાં સૌંદર્યને પકડે પ્રેરણા લઈ સ્ફુર્તિ નો પ્રેમ
-----રેખા શુક્લ
ઘાસ શોધે પ્રુથ્વી પર સહચાર તો
વ્રુક્ષ આદરે શોધ આકાશે એકાંત...
----રેખા શુક્લ
ક્ષણમાં જીવે માનવી ક્ષણને જીવાડે કવિ
હ્ર્દયગમ્ય સત્યના આલાપે કાવ્ય ગૈં કવિ
ભુલાવે બાહ્ય જગતને પાગલ પ્રેમી કવિ
ભુલે ભાનસાન ને અસ્તિત્વ પ્રેમે કવિ
----રેખા શુક્લ 
પાળેલા કબુતરા ને ચણ મળે અહીં
ફેસબુક ના ચબુતરે પંખીડા મળે અહીં
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો