મંગળવાર, 14 મે, 2013

અખીંયો કે ઝરોખોં સે....!! મહેશજી........


ઘરઘર રમતા રમતા કવિતા રંધાઈ ગઈ
ખદખદી, ચડી ન ચડી ને હું સંધાઈ ગઈ
---રેખા શુક્લ



તું આવી કરે વ્હાલ તે મુજને ગમે છે
કરે છે ફોનમાં વ્હાલ તું મુજને રમે છે
...રેખા શુક્લ

જ્યારે ત્યારે તું પુછે તું શું કરે છે?
જોંઉ છું તારી વાટ તું શું કહે છે?
---રેખા શુક્લ

વર્ષો થી જોંઉ રોજ તારી રાહ
રોવડાવે છે મુજને તારી ચાહ
---રેખા શુક્લ

સાંસો થી બંધાઈ ગયો મુજમાં તું સમાઈ ગયો
...રેખા શુક્લ

અક્ષરોથી બન્યો મહેલને તું રાજા હું રાણી
ઘડે ઘડે ભરું કવિતા લઈ અક્ષર નું પાણી
...રેખા શુક્લ

મિસ કહી ને મિસ કરે તું
સ્મિત વેરી ને કિસ કરે તું
...રેખા શુક્લ (તુમ અગર સાથ દેને કા વાદા કરો મૈ યુહીં મસ્ત નગ્મેં લુંટાતા રહું)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો