શનિવાર, 25 મે, 2013

સુહાની

હુ ફ્રોઝન મુજ માં ને અક્ષરો પાણી પાણી....હવે કવિતા કરવાનુ બંધ કર ચાલ ને ભીના ભીના ઘાસ માં ....જો ને ત્યાં પાણી માં તરતાં હંસલા...ઓકેઓકે ચાલ રે સખી તું મને નહીં છોડે...લગ્ન પછી બન્ને દૂર દૂર વસ્યા પોતપોતાની દુનિયામાં જઈ ખોવાયા....સુહાની ને ત્યાં બે બાળકો જનમ્યા ૩ વર્ષ નો ગોળમટોળ જય ને ૭ વર્ષની ચાંદની...લગ્નજીવન માં બધુ સમયસરને અનુકૂળતા પુર્વક ચાલતું હતું....એક દિવસ ચાંદની સ્કુલે થી પાછી આવી ત્યારે ખુબ તાવ હતો બાજુના પડોશ માં રેહતા ડો. મેહતાએ દવા લખી દીધી થોડું સારુ લાગ્યું પણ ૩ દિવસપછી પણ તે જ શિકાયત...ને ખાવાનું કઈ નામ ના લે...ખુબ અશક્તિ આવી ગયેલી...હવે હોસ્પિટલે દાખલ કરવી પડી...નિષ્ણાંતે આવી ને નિદાન કર્યું ને કહ્યું તેની કીડની ફેલ થઈ રહી છે....એક મિનિટનો પણ વિચાર કર્યા વગર સુહાની બોલી મારી લઈ લો..જલ્દી કરો..! ચાંદની બચી ગઈ...છ મહિના માં જય માટે પણ આ જ પ્રશ્ન ઉભો થયો...હવે...હવે શું કરવું? હે ભગવાન તારે મારી કસોટી જ કરવી છે...! સુહાની ના પતિ શ્યામ કહે તું ચિંતા ના કર...બધુ સરખું થઈ જશે. પણ ત્યાં તો ફરી.... ચાંદની ની તબિયત ખરાબ ...ડો. કહે છે તેની 
પણ કીડની ખલાસ ....એક પિતાની મોટી વિટંબણા પોતાની કીડની આપી ને પોતાના કયા બાળકને બચાવવું? કપરી કસોટી-વિપતના વાદળા- શું લેવો નિર્ણય..?? ચાંદની ની મિંચાઈ આંખો... પ્રભુ નો ફેંસલો રાખ્યો મંજુર સજળ નૈને ....બાજુ ના ઓરડે મોના ને પણ આવી જ કઈક મુંઝવણ...આવેલા તો ટ્વિન્સ પણ છુટા ન્હોતા...ડો પુછે છે મોના ને બેમાંથી એક જ બચશે જુદા પાડીશું તો...મોના શું નિર્ણય લે? ક્યા બાળકે ને દે રજા ? સુહાની કઈ વિચારે તે પેહલાં ડો. કહ્યું ખુબ દુઃખ સાથે કહુ છું જય ની પણ બન્ને કીડની ફેઈલ થઈ રહી છે આઈ એમ
વેરી સોરી...રડતી સુહાની ને મોના પણ ગળે વળગી પડી ને રોતી રહી...! ---રેખા શુક્લ ૦૫/૨૫/૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો