વારેઘડીએ કેમ છો? ના પુ્છ..એક દિ' સાચકલું બોલાઈ જાશે...
સજળ નૈનો ખાળીશ તો તુજ નૈનો માં ઉભરાઈ જાશે....!!
----રેખા શુક્લ
સંબંધ સંબંધ કરવામાં વ્યવહારીક થઈ ચાલ્યા જાય
સાચા સંબંધ ના બંધ દ્વારે ફેસબુક ની વિંડો ખુલતી જાય..
...રેખા શુક્લ
જીવે તાળવું પેહલું ભાળ્યું'તું
ને તાળવેથી જીવ લૈ ભાગ્યું'તું..
...રેખા શુક્લ
વ્રુક્ષ હરખાણું કુંપણે
ખુબ તપાણું તાંપણે-
--રેખા શુક્લ
અક્ષરની છું બંધાણી
બાલમમાં છુ સમાણી
બાંધી પ્રિતે સંધાણી
મૌન નજરે છુપાણી
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો