અતીતની આંગળી પકડી
વરસી નજર ઘડી ઘડી
---રેખા શુક્લ
કાંટોથી છોલાતી કુંપણો ગુલાબ ની
સોયું ભોંકાતી મુજમાં ને
લાગણીના ફુલ ખીલતા તુજમાં
---રેખા શુક્લ
ઉંઘે સપનું જાગતી આંખે રોવાનું ...
ઉપવનમાં ભાગતી પાંખે રોવાનું....
--રેખા શુક્લ
આપણી નજરને જઈ લાગી નજર કોઈની
વહયું ઝરણું આંખે ગહેરાઇ માપે કોઈની !
...રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો