ગુરુવાર, 25 જુલાઈ, 2013

ટેકનીકલ ટીપ્સ બગીચો !!

માનવી ની શોધ આવી ને ભટકે
લાગણી ની ભાષા આવી ને મહેંકે

ટીપ્સ બગીચો ભરચક થઈ અટકે
ચામડીના પડપડ ચિત્તા એ ચટકે

પાણીદાર લખોટી આંખેથી ટપકે
અધરે ચુંબન ટપક્યા જઈને મટકે

દર્દ ધક્કો ભડાકે ને માઝી સટકે
શય્યાનાં સંગાથી સપનામાં ભટકે

ચીંટીઓ ભરે પળે પાંપણે ખટકે
વિચારોનું હળવું સરનામું લટકે

ટેકનીકલ થાતી શ્રધ્ધા પ્રભુ અટકે
આભાર સંદેશો ચોકીદાર થઈ ટપકે
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો