ગુરુવાર, 25 જુલાઈ, 2013

અગન

અગન મુકી માઝા રડે ચાબખાં રીઝવે
ટોળું તારલિયાંનું વાટે વાતમાં નીકળે

લટમાંથી જઈ ખર્યું ખરતા તારે ઢળે
વાદળ સંગે પકડાપકડી અડપલે મળે

ચિત્રકથા પ્રકૄતિની શૄંગાર ભાષે ભળે
ભ્રમણાંમાં બાંકડે થીજી લાગણી ઉકળે

પટપટ ઝાંકળ છમછમ દાઝી સઘળે
રોજ ઉગે ને આથમે અગન અંગચોળે
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો