ગુરુવાર, 25 જુલાઈ, 2013

બથ ભરતો

બે હાથ મિલાવે ડાળી હસી વ્હાલ કરે
 આંખો મળ્યા વગર નજરે પ્યાર કરે
પાયે લાગું પ્રભુ આવ્યો દ્વાર આંસુ સરે
કરજોડી વંદન કરું આખું આકાશ ધરે
બથ ભરતો બરફ્નો સુરજ સાંજ હરે
ઝાંકળ થઈને દઝાડતો રાત કરગરે
ઉષા મુકી સંધ્યા માં રીઝવી હરફરે
--રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો